– ફૂલના ભાવ સડસડાટ રીતે આસમાનને આંબી ગયા
– માંગલિક અવસરોને લઈને ડિમાન્ડમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો તેવા સમયે જ કેટલાક ફૂલના માલની અછત
ભાવનગર : દેવ-દિવાળી યાને તુલસી-વિવાહની ઉજવણી સાથે જ ગોહિલવાડમાં શરૂ થયેલી લગ્નસરાની સીઝનના આરંભની સાથે જ ગોહિલવાડમાં ફૂલના ભાવ સડસડાટ રીતે આસમાનને આંબી જતા ગ્રાહકોના મો કરમાઈ જવા લાગ્યા હતા.ભાવનગર સહિત ગુજરાત રાજયમાં હજુ નવેમ્બર માસના અંતિમ દિવસોમાં તેમજ આગામી ડિસેમ્બર માસ દરમિયાન ધૂમ લગ્નસરા જામવાની હોય આ દિવસોમાં પણ ફૂલના ભાવ ઉંચા રહેશે તેમ સ્થાનિક ફૂલબજારમાંથી જાણવા મળેલ છે.
ગોહિલવાડમાં નવેમ્બરના અંતિમ પખવાડીયામાં લગ્નસરાની સીઝનના પ્રારંભની સાથે જ ગુલાબ તેમજ ગલગોટા સહિતના ફૂલના ભાવમાં એકાએક ગરમાવો આવી ગયો છે.