વડોદરાઃ વડોદરામાં થોડા સમય પહેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાના નામે જિલ્લાના એક આરોગ્ય અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી ૩૨.૫૦ લાખ પડાવી લેવાના કિસ્સામાં ઉપયોગ થયેલા બેન્ક એકાઉન્ટમાં અનેક લોકોની ઠગાઇની રકમ જમા થઇ હોવાની વિગતો ખૂલી છે.જ્યારે,આરોગ્ય અધિકારીએ ગુમાવેલી તમામ રકમ રિકવર કરવામાં સફળતા મળી છે.
વડોદરા જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર સાથે થોડા સમય પહેલા ડિજિટલ એરેસ્ટનો બનાવ બન્યો હતો. જેમાં બેંગકોક ખાતે મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને રૃ.૩૨.