રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2081 કારતક વદ દસમ, સોમવાર.
મેષ
સંબંધી-ભાગીદાર, જીવનસાથી અને માનસિક રીતે સાનુકૂળતા, ખર્ચ- પ્રવાસ જણાય.
વૃષભ
આ સમયમાં નોકર-ચાકરની ચિંતા, ખર્ચ-વ્યય વધે, તબિયત નરમ-ગરમ બની શકે, શત્રુભય રહે.
મિથુન
માનસિક ચિંતા હળવી બને, આશા ફળે, સ્નેહીથી મિલન-મુલાકાત થશે.
કર્ક
લાભની સામે વ્યય વધશે અને કૌટુંબિક સ્વજન સાથે સંવાદિતા, પ્રવાસ પ્રસન્ન બને.
સિંહ
પ્રયત્નો ફળે, પ્રવાસ સાનુકૂળ, મિત્ર સ્વજનથી મદદ લાભની તક, કાર્ય સફળતા મળશે.
કન્યા
આપની સમસ્યાનો ઉકેલ, નાણાકીય કામ બને, મિલન-મુલાકાત થશે.
તુલા
આરોગ્યની કાળજી લેવી પડે, મનની ચિંતા વ્યગ્રતા, વિવાદ ટાળજો.
વૃશ્વિક
અણધારી વિષમ પરિસ્થિતિથી તણાવ, વ્યય નુકસાન, આગ-અકસ્માતથી સાવધ રહેવું.
ધન
આવક સામે ખર્ચા વધતા નાણાભીડ, વાદ-વિવાદ ટાળજો, પ્રવાસમાં વિલંબ થશે.
મકર
સાવચેતી અને અગમચેતી ફળે, આનંદ ઉત્સાહ, નવી ખરીદી ફળે, પ્રવાસ થશે.
કુંભ
મહત્ત્વનું કામકાજ વિલંબમાં પડે, ધાર્યું થાય નહીં, કૌટુંબિક કામ થાય.
મીન
છૂપા અંતરાય, શત્રુભય, અકસ્માતથી સાચવવું, વ્યય, ચિંતા સામે સાવધાની, ખર્ચ વધે.