IPL 2025 માટે ખેલાડીઓની હરાજી રવિવાર અને સોમવારે જેદ્દાહમાં થશે. આ વખતે મેગા ઓક્શનમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી શકે છે કારણ કે ઘણા સ્ટાર ખેલાડીઓ હરાજીમાં સામેલ છે. મેગા ઓક્શનમાં 577 ખેલાડીઓનું ભવિષ્ય દાવ પર લાગેલું છે, જેમાં 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ત્રણ ખેલાડીઓ એસોસિયેટ ટીમના છે, જેમાં અમેરિકન ક્રિકેટર અલી ખાન, ઉન્મુક્ત ચંદ અને સ્કોટલેન્ડના બ્રેન્ડન મેકમુલનનો સમાવેશ થાય છે. આઈપીએલની 10 ટીમો પાસે રૂ. 641.5 કરોડનું પર્સ છે અને હરાજી દરમિયાન 204 ખેલાડીઓની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે.