એક ભવ્ય રવિવારની સાંજે, ક્રાફ્ટ ઓફ આર્ટે તેમના પ્રતિષ્ઠિત વોટર ફેસ્ટિવલના ભાગરૂપે ઐતિહાસિક અડાલજની વાવ ખાતે એક આકર્ષક સંગીતમય સફર સાથે તેની 15મી વર્ષગાંઠની ઉજવણી કરી.
સમગ્ર માહોલ સંગતીમય બની ગયો
આ રાત સંગીતની એક મંત્રમુગ્ધ ઉજવણી બની ગઇ, જેમાં કલાકારોએ તેમના ઉમદા પરર્ફોમન્સથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા. તબલા ઉસ્તાદ ફઝલ કુરેશીએ તેમના ગૂઢ તાલથી મંત્રમુગ્ધ કરી દીધા હતા, જ્યારે શ્રી વિજય પ્રકાશના મધુર અવાજથી સમગ્ર માહોલ સંગતીમય બની ગયો હતો. સારંગી માસ્ટર દિલશાદ ખાનના ભાવપૂર્ણ તારે ઊંડો પડઘો પાડ્યો, અને મૃદંગમ નિષ્ણાત શ્રીધર પાર્થસારથીના બિટ્સના ગુંજારવે અનોખો માહોલ બનાવ્યો હતો. ઢોલક ઉસ્તાદ નવીન શર્મા અને ઢોલકી નિષ્ણાત વિજય ચૌહાણ સાથે ઘાટમ કલાકાર ઉમા શંકરનું ઉમદા સંગીત સ્ટેજ પર અનોખી ઉર્જા લાવ્યું હતું.
અલગ અલગ કલાકારોએ કર્યુ દમદાર પરફોર્મ
ખરતાલ વાદક ખેતે ખાનની લયબદ્ધતાથી માહોલ જીવંત બની ગયો હતો, જ્યારે કીબોર્ડવાદક સંગીત હલ્દીપુરની ખાસ સંવાદિતા અને ડ્રમર જીનો બેંક્સના ડ્રમના વાઇબ્રન્ટ અવાજથી સંગીતનું શક્તિશાળી મિશ્રણ બન્યું હતું. પ્રતિષ્ઠિત સંગીતકાર અને સેશન પ્લેયર શેલ્ડન ડી’સિલ્વાની સરળ બેસલાઇન્સને સંગતમાં સમૃદ્ધિ ઉમેરી, જ્યારે ગિટારવાદક રિધમ શૉની ધૂન સંગીતના જુસ્સા અને ગ્રેસને નવા સ્તરે લઇ ગયું.
ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક બિરવા કુરેશીએ પ્રેક્ષકોનો માન્યો આભાર
ક્રાફ્ટ ઓફ આર્ટના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક અને કલાત્મક નિર્દેશક બિરવા કુરેશીએ ઉમદા પ્રતિભાના સંકલન અને પ્રશંસાપાત્ર પ્રેક્ષકોનો આભાર વ્યક્ત કર્યો. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પુનરુત્થાન માટે ઉત્સવને સમર્પિત કરતાં, તેમણે કહ્યું હતું કે, “આ ઉત્સવ સંગીતના અભિવ્યક્તિઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોને લોકોની નજીક લાવવામાં મદદ કરે છે. આ સાંજ કલા, વારસો અને સંગીતમય માહોલનું સંપૂર્ણ મિશ્રણ હતું, જે બધા પર અમીટ છાપ છોડી ગઇ.”