23 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 29, 2024
23 C
Surat
રવિવાર, ડિસેમ્બર 29, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagar: હાઈટેક યુગમાં મોબાઈલથી ફોડી શકાય ફટાકડા, યુવાને બનાવી એપ્લિકેશન

Bhavnagar: હાઈટેક યુગમાં મોબાઈલથી ફોડી શકાય ફટાકડા, યુવાને બનાવી એપ્લિકેશન


જેમ જેમ મોબાઈલ, વિવિધ ચિપ, સર્કિટ સહિતની ટેકનોલોજી વિકસતી જાય છે, તેમ તેમ માણસ ભૌતિક સુખ મેળવતો જાય છે. પરંતુ એજ ટેકનોલોજી દુનિયાના કોઈપણ ખૂણે મોટો વિનાશ વેરવા માટે સક્ષમ છે. આ ટેકનોલોજી દ્વારા ફટાકડાનો મોબાઈલના માધ્યમથી બ્લાસ્ટ કરીને પ્રેક્ટિકલી બતાવી પણ શકે છે એક 17 વર્ષનો તળાજાનો તરુણ.

યૂ ટ્યુબના માધ્યમથી જાતે એપ્લિકેશન બનાવી

જેમ એકલવ્યએ ગુરુદ્રોણની પ્રતિમા સામે રાખીને ધનુરવિદ્યા શીખી એજ રીતે તળાજાના પાદરગઢ ગામે ખેત મજુર પરિવારમાં જન્મેલ હરપાલ વિનુભાઈ મકવાણાએ યૂ ટ્યુબના માધ્યમથી જાતે એપ્લિકેશન બનાવવાનું અને તેને લગતા સાધનો દ્વારા ક્યાં સાધનોનો કઈ ટેકનોલોજી દ્વારા કેવો ઉપયોગ કરવો જોઈએ તેવી અનેક જીવન ઉપયોગી બાબતો શીખ્યો છે. દિવાળી પર્વ નજીક આવતું હોય ત્યારે ફટાકડા ફોડતા કે રોકેટ છોડતા દાઝી ન જવાય અને ફટાકડો મોબાઈલમાં માત્ર બ્લાસ્ટ બોલવાથી ફૂટી જાય અથવા તો રોકેટ લોન્ચ બોલતા જ રોકેટ આકાશ તરફ ગતિ કરવા લાગે તેવી એપ્લિકેશન બનાવી છે.

આઠ જેટલી એપ્લિકેશન બનાવી

પ્રાથમિક તબક્કે વાત ગળે ઉતરે તેવી નથી પણ તેઓએ પ્રેક્ટિકલી કરી બતાવ્યું. તેઓએ જાતે બનાવેલ એપ્લિકેશન અને બજારમાં અથવા તો ઓન લાઈન મળી જતા ડિવાઈસ, જેમાં આર.ડી નેનો, 4 ચેનલ રિલે, બ્લુટુથ મેન્યુલ અને બેટરી જેવા અનેક ડિવાઈસની મદદથી નાના મોટા કોઈપણ ફટાકડાની વાટ સાથે વાયરને બાંધીને ફોડ્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે બ્લુટુથના બદલે થોડા ડિવાઈસ(સર્કિટ)માં ફેરફાર કરવામાં આવે, મોબાઈલ કવરેજ મળતું હોય તો દુનિયાના કોઈપણ ખૂણે RDXથી પણ મોટો બ્લાસ્ટ મોબાઈલમાં બ્લાસ્ટ બોલતા જ થઈ શકે છે. ખીસ્સે દરિદ્ર પરંતુ બુદ્ધિમાં ધનવાન કહી શકાય તેવા હરપાલ મકવાણાએ વિશેષમાં જણાવ્યું હતુ કે આઠ જેટલી એપ્લિકેશન બનાવી છે.

જે પોતે ધારે તો જ ખુલ્લી શકે. કમાન્ડ મારી પાસે જ હોય છે. જેમાં પોતે કોઈપણ શહેરમાં હોય પોતાના ઘરના દરેક ઈલેક્ટ્રિક ઉપકરણો ઓપરેટ કરી શકે છે. ત્રીજી એપ્લિકેશન એવી બનાવી છે કે આજે ખેતરમાં વાવણી, બિયારણ રોપવા માટે મજૂરોની જરૂર પડે છે, ત્યારે મોબાઈલના માધ્યમથી જ એક થેલીમાં રહી જાય તેવા પાર્ટ્સથી બિયારણ રોપી શકાય છે. રોબોટિક હાથ બનાવ્યો છે જે વ્યક્તિ માણસ ન ઉપાડી શકે તે મોબાઈલના માધ્યમથી કૃત્રિમ હાથ ઉપાડીને કામ કરી શકે. ઘરમાં ગેસનો બાટલો લિકેઝ થાય તેવા સમયે આપણે કોઈપણ સ્થળે હોઈએ મોબાઈલમાં એલર્ટ આલાર્મ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. તેઓએ જણાવ્યું હતુ કે કોઈ સંસ્થા કે સરકાર આર્થિક રીતે મદદ કરે તો તે દેશના સીમાડા અને દેશની દરેક દીકરીઓની ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષા પુરી પાડવા સક્ષમ છે.

આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ના જઈ શક્યો યુવાન

ધો.1થી 8 પાદરગઢ ગામની પ્રા.શાળામા અભ્યાસ કર્યા બાદ 9 અને 10 બેલા સ્થિત ઉ.બુ.શાળામાં અભ્યાસ કર્યો. એ સમયે કઈક કરવાની તમન્ના હતી. 12 સાયન્સમાં નિષ્ફળતા મળી. તેની સામે આ મોબાઈલ, વિવિધ સર્કિટ સહિતનો ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરવો, થ્રિડી ડિઝાઇન બનાવવાની માસ્ટરી હતી. આથી દિલ્હી સ્થિત નેશનલ સ્પર્ધામા જવા માટે મોકો મળ્યો હતો. પરંતુ રૂપિયા ન હોય જઈ ન શક્યો. નેશનલ કોન્ફરન્સમાં ન જઈ શકવાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે જઈ ન શક્યો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય