– 3000 ચોરસ મીટરથી મોટા 150 જેટલા પ્લોટ માટે અરજી મંગાવાઈ હતી
– ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાતો વચ્ચે ઔદ્યોગિક વસાહતે 3-3 વર્ષથી સ્ક્રૂટિનીની પ્રક્રિયા જ નથી કરી : આમાં ઉદ્યોગ સ્થપાય કેવી રીતે ? : ઉઠતો પ્રશ્ન
ભાવનગર : ભાવનગરના નારી ગામ ખાતેની સૂચિત ઔદ્યોગિક વસાહતમાં ૩૦૦૦ ચોરસ મીટરથી મોટા પ્લોટ માટે ૧૦૦ જેટલા ઉદ્યોગ સાહસિકોએ અરજી કરી હતી પરંતુ અરજી મંગાવાયાને ત્રણ-ત્રણ વર્ષનો સમય વીતી જવા છતાં હજુ કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે લોકોમાં પ્રશ્ન એ ઉઠયો છે કે, આ સ્થિતિમાં ઉદ્યોગ સ્થપાય કેવી રીતે ?
આ અંગેની સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર ભાવનગરના નારી ખાતે ઘણા વર્ષો અગાઉ ઔદ્યોગિક વસાહત સ્થાપવાની જાહેરાત થઈ હતી. પરંતુ ત્રણ વર્ષ અગાઉ તે પ્રોજેક્ટ જમીન પર આવ્યો હતો. જે અંતર્ગત નારી ખાતે ૧૧૫ હેક્ટર જમીન ફાળવાતા તેના પર ૬૫૦ જેટલા પ્લોટ પાડવામાં આવ્યા હતા.