બિગબોસમાં ચાલી રહેલા વિવિધ ટાસ્કને લઇને દર્શકોને કંઇકને કંઇક નવુ જ જોવા મળી રહ્યુ છે. ત્યારે કરણવીર મેહરા અને અવિનાશ મિશ્રા વચ્ચે બિગ બોસ હાઉસમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવભર્યો માહોલ છે. અવિનાશ અને કરણવીર વચ્ચેની લડાઈ રાશનથી શરૂ થઈ હતી અને તાજેતરના એપિસોડમાં કરણવીર મહેરા અને અવિનાશ વચ્ચે લડાઈ જોવા મળી હતી.
આજે બિગ બોસે રાશન માટે એક ટાસ્ક આપ્યો હતો. ટાસ્ક દરમિયાન ઘરના સભ્યોએ તેમની વસ્તુઓનું દાન કરવાનું હતુ અને અવિનાશ અને આરફીન પાસેથી રાશન માગવાનું હતું. આ ટાસ્ક દરમિયાન બંને વચ્ચે બબાલ થઇ ગઇ. કરણવીર મેહરાએ આ દરમિયાન અવિનાશને કહ્યું કે આ શોમાંથી તમે ચાહત પાંડેને નહી પણ હું તને કાઢીશ.
બિગ બોસનું રાશન ટાસ્ક શું હતું?
ટાસ્ક એવો હતો કે ઘરના સભ્યોએ પોતાની વસ્તુઓને દાન કરીને આરફીન અને અવિનાશ પાસેથી રાશન માંગવાનું હતું. જો કે અવિનાશ અને આરફીને નક્કી કરવાનું હતું કે તેઓ તેમના પરિવારના સભ્યોને રાશન આપવુ અને આપે તો કેટલું આપવું. આ દરમિયાન ઈશાએ તેની માતાની શાલ દાન કરી દીધી હતી. પરંતુ ઈશાને તેની ઈચ્છા મુજબનું રાશન મળ્યું ન હતું. જ્યારે કરણવીર ટાસ્ક માટે ઉભો થયો, ત્યારે તેણે કહ્યું કે તે પોતાની કોઇ વસ્તુ તો શું, પગના નખનું પણ બલિદાન અવિનાશના ઇગોને સંતોષવા માટે ન કરુ.
કરણવીરે માર્યો ટોણો
શિલ્પા શિરોડકર સૌપ્રથમ દાન કરવા માટે ઉભી થઇ હતી. તેણે પોતાના પરિવારના સભ્યોના ફોટો ફ્રેમનું બલિદાન આપ્યું હતું. બદલામાં તેઓએ ચિકન, લોટ, સોજી, ફળો અને કોફી માંગી હતી. જોકે અવિનાશે તેમને ચિકન, ફળો અને કોફી આપવાની ના પાડી દીધી હતી. આ પછી શિલ્પા રડતી જોવા મળી હતી. શિલ્પાને રડતી જોઈને કરણવીર મહેરા અવિનાશ પર કોમેન્ટ કરવા લાગે છે. તેણે અવિનાશને ટોણો માર્યો અને પૂછ્યું, તું કેટલા શોમાંથી બહાર થઈ ગયો છે? ત્રણ ? ચાર? આ પછી કરણવીર કહે છે કે હું તને આ શોમાંથી કાઢી નાખીશ, ચાહત પાંડેને નહીં.
ઉલ્લેખનીય છે કે ચાહત પાંડે અને અવિનાશ એક શોમાં સાથે કામ કરતા હતા. મીડિયામાં સમાચાર એ પણ સામે આવ્યા હતા કે ચાહત પાંડેના કારણે અવિનાશને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો . તો આ ઉપરાંત છેલ્લા એપિસોડમાં ચાહત પાંડે અને અવિનાશ વચ્ચે જોરદાર દલીલ પણ જોવા મળી હતી.