29 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
29 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાવડોદરામાં અકોટા-અલકાપુરી તરફ ગોવર્ધનનાથજી હવેલી રોડ પર વધુ એક ભુવો પડ્યો |...

વડોદરામાં અકોટા-અલકાપુરી તરફ ગોવર્ધનનાથજી હવેલી રોડ પર વધુ એક ભુવો પડ્યો | Another Potholes occurred on Govardhannathji Haveli road towards Akota Alkapuri in Vadodara



image : File photo

Vadodara Potholes : કલા નગરી તરીકે ઓળખાતા બહુનામધારી વડોદરા હવે સંસ્કાર નગરી, મગર નગરી અને ભુવા નગરી તરીકે હવે ઓળખાઈ રહી છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટા-અલકાપુરી તરફ ગોવર્ધનનાથજીની હવેલીના રસ્તે રોડ ડિવાઈડરને અડીને વધુ એક ભુવો પડ્યો છે. કારચાલક રસ્તો ઓળંગીને પરત આવે એ અગાઉ જ તેમની કાર ભુવામાં લટકતી જોવા મળી હતી ગણતરીની મિનિટોમાં જ પડેલ ભૂવામાં આખી કાર સમાઈ જાય તેવો મોટો છે. કાર ચાલકે સાવચેતી દાખવીને અન્ય રાહદારીઓની મદદથી કાર સહી સલામત રીતે ભુવામાંથી બહાર કાઢતા ભ્રષ્ટ પાલિકા તંત્રના ભ્રષ્ટાચારની વધુ એક પોલ ખુલ્લી પડી છે. 

ઉલ્લેખનીય છે કે શહેરમાં રોજે રોજ એક-બે ભુવા પડવાના સમાચાર હવે નવા નથી. લોકો પણ હવે કયા રસ્તે ભુવો છે એવું જાણ્યા બાદ જ પોતાનું વાહન લઈને નીકળે છે. અકોટા-અલકાપુરી રોડ પરની ગોવર્ધનનાથજી હવેલીના રોડ ડિવાઈડર પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હતા ત્યારે એક કાર ચાલક પોતાની કાર ચાલુ રાખીને રોડ ક્રોસ કરીને સામે બાજુએ ગયા હતા. પરત આવીને જોતા જ પોતાની કારનું વ્હિલ ભૂવામાં લટકતું જોઈને આશ્ચર્ય પામ્યા હતા. જમીન બેસી જવાના કારણે ગણતરીની મિનિટોમાં કારની નીચે પડેલ ભૂવો આખી કાર સમાઈ જાય એટલો મોટો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય