21.1 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
21.1 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતમહેસાણાઅંબાજીમાં શ્રદ્ધાળુને થયો કડવો અનુભવ: વાહન બહાર પાર્ક કર્યું હોવા છતાં પાર્કિંગના...

અંબાજીમાં શ્રદ્ધાળુને થયો કડવો અનુભવ: વાહન બહાર પાર્ક કર્યું હોવા છતાં પાર્કિંગના નામે રૂપિયા ઉઘરાવ્યા | Dispute over vehicle parking in Yatradham Ambaji


Ambaji Temple: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટ સંચાલિત પાર્કિંગમાં ઉઘાડી લૂંટ થતી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. એક શ્રદ્ધાળુને થયેલો કડવો અનુભવ મંદિર સત્તાવાળાઓને જાણ કરવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

જાણો શું છે સમગ્ર મામલો

મંદિરની સામે આવેલા શક્તિ દ્વારની સામેના પાર્કિંગમાં ફાસ્ટ ટ્રેક પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. શ્રદ્ધાળુ પોતાનું વાહન આ પાર્કિંગમાં પાર્ક કરવા ગયા હતા, આ દરમિયાન ત્યાં હાજર લોકોએ કહ્યું કે, ‘પાર્કિંગમાં કામ ચાલે છે તમારું વાહન બહાર પાર્ક કરો.’ જેથી પાર્કિંગની બહાર ગાડી ઊભી રખાવીને આ  શ્રદ્ધાળુ દર્શન કરવા ગયા હતા. જ્યારે પાછા આવ્યા ત્યારે તેઓની પાસેથી 50 રૂપિયા માથાકૂટ કરીને લેવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: ગુજરાતમાં CBIના દરોડા, 350 અધિકારીઓની ટીમ 35 જેટલાં કોલ સેન્ટર પર ત્રાટકી

યાત્રાળુએ પાવતી માગી ત્યારે આ કર્મચારીએ પાવતી આપવાની ધરાર ના પાડી હતી અને પાવતી આપ્યા વગર 50 રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ આ યાત્રિકે મંદિરના સત્તાવાળાઓને તેની જાણકારી આપી હતી. પરંતુ તેની સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નહીં. મોડાસાના આગેવાનને થયેલો કડવો અનુભવ છતાં પણ મંદિર સત્તાવાળાઓએ સૂચક મૌન સેવ્યું હતું.


અંબાજીમાં શ્રદ્ધાળુને થયો કડવો અનુભવ: વાહન બહાર પાર્ક કર્યું હોવા છતાં પાર્કિંગના નામે રૂપિયા ઉઘરાવ્યા 2 - image



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય