સુરતમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે જેને લઈ પોલીસે તપાસ હાથધરી 4 બોગસ ડોકટરને ઝડપી પાડયા છે.ગોડાદરામાંથી બોગસ ડોકટર ઝડપાયા છે.ડિગ્રી વગર દવાખાનું ચલાવતા ડોક્ટરો ઝડપાતા પોલીસ પણ ચોંકી પણ ઉઠી છે.એક મહિલા સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડયા છે.
સુરતમાં 20માર્ચ 2024ના રોજ ત્રણ નકલી ડોકટર ઝડપાયા
સુરતમાં નકલી ડોકટર ઝડપવાને લઈ સુરત એસઓજી દ્રારા મુહીમ ચલાવવામાં આવી રહી છે,સુરતના ડીંડોલી વિસ્તારમાં 20 માર્ચ 2024ના રોજ ત્રણ બોગસ ડોકટરો ઝડપી લેવામાં આવ્યા હતા,પોલીસને બાતમી હતી કે,ડોકટરો દ્રારા અલગ-અલગ લોકોને સારવાર આપવામાં આવી રહી છે અને તે ડોકટરો સર્ટીફાઈડ ડોકટરો નથી જેના લીધે દરોડા પાડવામાં આવ્યા હતા.
સુરત પોલીસ હજી પણ ઝડપશે નકલી ડોકટરો
સુરત પોલીસે છેલ્લા બે મહિનામાં 50 કરતા વધુ નકલી ડોકટરો સામે તવાઈ બોલાઈ હતી,ત્યારે અગામી સમયમાં પણ સુરત પોલીસ આ ઓપરેશન ચાલુ રાખશે અને નકલી ડોકટરોને ઝડપશે,પોલીસે પણ એક જનતાજોગ સંદેશો જાહેર કર્યો છે અને કહ્યું છે કે,સ્થાનિકોના ધ્યાનમાં જો આવા બોગસ ડોકટરો આવે તો તે લોકો પણ પોલીસનો સંપર્ક કરી શકશે.