23.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.5 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSuratના ગોડાદરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા 3 લોકો ગંભીર રીતે દાઝયા

Suratના ગોડાદરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા 3 લોકો ગંભીર રીતે દાઝયા


સુરતના ગોડાદરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા અચાનક વિકરાળ આગ લાગી હતી અને આ આગમાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝયા હતા ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીકેજ થતા આ દુર્ઘટના બની હતી ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને આગને કાબુમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.દુકાન તેમજ તેની અંદર રહેલા માલસામાનને પણ ભારે નુકસાન થયું હતુ.

ગોડાદરા વિસ્તારની ઘટના

સુરતના ગોડાદરા વિસ્તારમાં અચાનક ગેસ લીકેજ થયા બાદ આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ બની ગઈ કે કોઈને કઈ ખબર જ ના રહી પરંતુ ફાયર વિભાગ સમય પ્રમાણે ઘટના સ્થળ પર પહોંચી જતા આગને કાબુમાં લીધી હતી બીજી તરફ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા ખોદકામ કરતી વખતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.ફાયર વિભાગે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ઈજાગ્રસ્તોને લેવાશે નિવેદન

અચાનક આવી રીતે આગ લાગી જતા દોડધામ મચી હતી તો ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્રણમાથી એક વ્યકિતની હાલત ગંભીર છે અને તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ સમગ્ર માહિતી સૂત્રો તરફથી મળી રહી છે,ત્યારે હાલમાં જે લાઈનમાં કામકાજ ચાલી રહ્યું હતુ તે આખી લાઈનને તાત્કાલિક ધોરણે બંધ કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ભાવનગરમાં પણ ચાર દિવસ પહેલા થઈ ગેસ લીકેજની ઘટના

જયપુર ગેસ દુર્ધટનાની આગ હજુ ઠંડી પડી નથી તેવામાં ભાવનગરમાં બોરતળાવમાં નાકા પાસે ઓવર બ્રીજની કામગીરી કરતી વખતે ગુજરાત ગેસની લાઈનમાં અચાનક ભંગાણ થયું હતું.અને બોરતળાવ જેવા ભરચક વિસ્તારમાં ગેસ લાઈન લીકેજ થતાં થોડો સમય સુધી નસ ભાગ મચી જવા પામી હતી.આ ધટનાની જાણ થતાની સાથેજ પોલીસ ફાયર બ્રિગેડ અને ગુજરાત ગેસની ઇમરજન્સી સવસ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો.અને ગુજરાત ગેસનાં સ્ટાફે મેઈન વાલ બંધ કરી લીકેજ લઈને રિપેર કરી હતી.જોકે મોટી દુર્ઘટના ટળી હતી.

 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય