દેશના જાણીતા તબલા વાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે અમેરિકામાં નિધન થયું છે. તેઓ અમેરિકાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ઝાકિર હુસૈનના નિધનથી કલા-મનોરંજન જગતથી લઈને રાજકીય ક્ષેત્ર સહિત સમગ્ર દેશમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
દેશના દિગ્ગ્જ લોકોએ આપી શ્રદ્ધાંજલિ
વાહ તાજ હંમેશા ગુંજશેઃ જ્યોતિરાદિત્ય સિંધિયા
તેમના નિધન પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, ઝાકિર હુસૈન જીના તબલા એક વૈશ્વિક ભાષા બોલે છે જે સરહદો, સંસ્કૃતિ અને પેઢીઓથી પર છે. આ ક્લિપ એ વારસાને વ્યાખ્યાયિત કરે છે જેના દ્વારા અમે તેમને યાદ કરીશું અને તેમના યોગદાનની ઉજવણી કરીશું. તેમના ધ્વનિ અને લયના તરંગો હંમેશા અમારા હૃદયમાં ગુંજશે, તેમના પરિવાર, ચાહકો અને પ્રિયજનો માટે મારી સંવેદના.
શિવરાજસિંહ ચૌહાણે શોક વ્યક્ત કર્યો
ઝાકિર હુસૈનના નિધન પર દેશના કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે તેમનું નિધન કલા અને સંગીત જગત માટે અપુરતી ખોટ છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને ચાહકોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!
તેમનું નિધન એક અપુરતી ખોટ છેઃ જિતિન પ્રસાદ
ઝાકિર હુસૈનના નિધન પર કેન્દ્ર સરકારના મંત્રી જિતિન પ્રસાદે લખ્યું, ‘સંગીત નાટક અકાદમી અને ગ્રેમી જેવા પુરસ્કારોથી સન્માનિત વિશ્વ પ્રસિદ્ધ તબલા વાદક ‘પદ્મ વિભૂષણ’ ઉસ્તાદ ઝાકિર હુસૈન જીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેમનું અવસાન સંગીત જગતને ન પુરી શકાય તેવી ખોટ છે. શોકની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ!
અસાધારણ નિપુણતાએ અમર વારસો સર્જ્યોઃ રાજ્યવર્ધન સિંહ રાઠોડ
ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કરતા રાજસ્થાન સરકારના મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે લખ્યું, ‘ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબલા પર અસાધારણ નિપુણતાએ સંગીતની દુનિયામાં અમર વારસો બનાવ્યો છે, જેમના જીવનને તેમણે સ્પર્શ્યું છે કલા તેમની ધૂન હંમેશા આપણા હૃદયમાં ગુંજતી રહેશે.
પરિવાર પ્રત્યે મારી સંવેદના: રાહુલ ગાંધી
ઝાકિર હુસૈનના નિધન પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લખ્યું, ‘મહાન તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન જીના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમનું નિધન સંગીત જગત માટે એક મોટી ખોટ છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઉસ્તાદ ઝાકિર હુસૈનજીએ પોતાની કલાનો એવો વારસો છોડ્યો છે, જે હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે.