ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે પ્રથમ મેચ જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. બીજી મેચ 6 ડિસેમ્બરથી રમાશે. આ મેચમાં ઈંગ્લેન્ડના 26 વર્ષીય બેટ્સમેને ઈતિહાસ રચ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે.
જેક ક્રાઉલીએ ઈતિહાસ રચ્યો
બીજી ટેસ્ટ મેચમાં ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવનાર જેક ક્રાઉલે ન્યુઝીલેન્ડ સામે મોટી સિદ્ધિ મેળવી હતી. તે ટેસ્ટ ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં ફાસ્ટ બોલરની બોલ પર સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો. તેણે પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર ટિમ સાઉથીને છગ્ગો ફટકાર્યો હતો. આ શોટ સાથે તે માત્ર વિશ્વનો જ નહીં પરંતુ ઈંગ્લેન્ડનો પણ પ્રથમ ખેલાડી બની ગયો છે. વર્ષ 1959માં ઈંગ્લેન્ડના આર્થર મિલ્ટને બીજી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લિશ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી પ્રથમ સિક્સર હતી.
17 રનમાં આઉટ થયો ક્રાઉલી
ક્રાઉલી તેની ઇનિંગ્સને યાદગાર બનાવી શક્યો નહોતો. તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને માત્ર 17 રન પર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. મેટ હેનરીએ તેને આઉટ કર્યો હતો. ક્રાઉલી આઉટ થયા પછી હેરી બ્રુકે ચાર્જ સંભાળ્યો. તેણે શાનદાર સદીની ઇનિંગ રમી હતી. યુવા બેટ્સમેને 115 બોલમાં 123 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા પણ બ્રુકે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી.
ઈંગ્લેન્ડ 280 રનમાં ઓલઆટ થયું
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ મોટો સ્કોર બનાવી શક્યું ન હતું. ટીમ 54.4 ઓવરમાં 280/10 રનમાં સમેટાઈ ગઈ હતી. હેરી બ્રુક ઉપરાંત ઓલી પોપે પણ ઈંગ્લેન્ડ તરફથી 78 બોલમાં 66 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય ક્રિસ વોક્સે 43 બોલમાં 18 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી નાથન સ્મિથ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 11.4 ઓવરમાં 86 રન આપ્યા અને 4 વિકેટ લીધી. તેના સિવાય મેટ હેનરીએ પણ 2 વિકેટ ઝડપી હતી જ્યારે વિલ ઓ’રોર્કે 3 વિકેટ પોતાના નામે કરી હતી.