30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીયૂટ્યુબે લોન્ચ કર્યું નવું ફીચર: હવે વીડિયોના કંટાળાજનક પાર્ટને સરળતાથી સ્કિપ કરી...

યૂટ્યુબે લોન્ચ કર્યું નવું ફીચર: હવે વીડિયોના કંટાળાજનક પાર્ટને સરળતાથી સ્કિપ કરી શકશો | YouTube launch new feature for premium user to skip boring part in video


Skip Boring Content: યૂટ્યુબ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેની મદદથી યૂઝર્સ કોઈ પણ વિડિયોના કંટાળાજનક પાર્ટને સરળતાથી સ્કિપ કરી શકશે. રિલ્સનો જમાનો છે અને લોકો હવે પહેલાની જેમ વીડિયો સંપૂર્ણ નથી જોતાં. તેઓ સરળતાથી કંટાળીને તરત જ વીડિયો બદલી નાખે છે. આ ચીજને ધ્યાનમાં રાખીને, યૂટ્યુબે હવે લાંબા વીડિયો ફોર્મેટમાં આ ફીચર ઉમેર્યું છે.

કેવી રીતે ઉપયોગ કરશો?

આ ફીચરને સૌથી પહેલાં માર્ચમાં ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ ફીચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. યૂઝર જ્યારે વીડિયો જોઈ રહ્યા હશે ત્યારે ડબલ ટેપ કરવાથી ‘જમ્પ અહેડ’ ઓપ્શન આવશે. તેમાં ક્લિક કરતાની સાથે જ વીડિયો કંટાળાજનક પાર્ટને સ્કિપ કરીને ઇન્ટરેસ્ટિંગ જગ્યા પરથી શરૂ થશે. આ સમયે એક મેસેજ આવશે, જેમાં લખાયેલું હશે કે ‘લોકો જ્યાંથી જોવાનું પસંદ કરે છે, ત્યાંથી વીડિયો ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે.’

યૂટ્યુબે લોન્ચ કર્યું નવું ફીચર: હવે વીડિયોના કંટાળાજનક પાર્ટને સરળતાથી સ્કિપ કરી શકશો 2 - image

કેવી રીતે નક્કી થાય છે વીડિયોની ટાઇમલાઇન?

યૂટ્યુબ આ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલનો ઉપયોગ કરે છે. જેટલાં પણ લોકો એ વીડિયો જોયો છે અને તેમાં ફાસ્ટ ફોરવર્ડ કર્યું છે, તે મુજબ નક્કી કરવામાં આવે છે કે કયો પાર્ટ કંટાળાજનક છે અને કયો ઇન્ટરેસ્ટિંગ. આથી બને છે કે 90% યૂઝર્સને ના ગમેલું કન્ટેન્ટ 10% યૂઝર્સને ગમી શકે છે.

આ પણ વાંચો: ‘ટ્રાન્સફોર્મર્સ’ ફિલ્મની જેમ હવે કાર હવામાં પણ ઉડશે, કિંમત 2.33 કરોડ રૂપિયાથી પણ વધુ

કન્ટેન્ટ ક્રિએટર્સને ટેન્શન

કન્ટેન્ટ ક્રિએટર્સને આ વિશે ટેન્શન આવ્યું છે, કારણ કે આ ફીચરના કારણે તેમના રેવેન્યુમાં અસર પડી શકે છે. યૂટ્યુબ દ્વારા આ ફીચર દરેક વિડિયોમાં નથી આપવામાં આવતું. ખૂબ જ પોપ્યુલર એવા વિડિયોમાં આ ફીચર નહીં હોય, કારણ કે તેમાં રેવેન્યુનો સમાવેશ થતો હોય છે. આથી ઓછા જોવાતા વિડિયોમાં આ ફીચર આવી શકે છે, જેનાથી નાના કન્ટેન્ટ ક્રિએટર્સને ટેન્શન થઈ શકે છે. તેમના કન્ટેન્ટને સ્કિપ કરવામાં આવતા વીડિયોને ઓછા કલાક જોવામાં આવશે અને તેની સીધી અસર રેવેન્યુ પર પડશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય