વર્ષ 2024ને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવનારુ નવુ વર્ષ 2025 કેવુ રહેશે. દરેક રાશિના જાતકોને શું નવીનતા જોવા મળશે. શું લાભ થશે. તે વિશે તમામ રાશિના જાતકોનું જાણો રાશિ ફળ ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલ દ્વારા
મેષ રાશિ
- વર્ષની શરૂઆતમાં ગુરૂ ગોચર માં વૃષભ રાશિમાં તમારી રાશિથી બીજા ધન માં ભ્રમણ કરશે જે વેપાર ધંધા નોકરી માં મોટા ધન લાભ અપાવશે યશ, નામ અને પ્રગતિ કરાવશે.
- કૌટુંબિક ધન પ્રાપ્તિના યોગ રહે . તા. 14.05.2025થી ગુરુ મિથુન રાશિમાં આવતા તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે. જે ભાઈ- બહેન સાથે મતભેદો ઊભા કરી શકે.
- નાના મોટા પ્રવાસો કે નોકરી ધંધા ઘર સ્થળાંતર ના યોગ બને .
- વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં હોવાથી તમારા અગિયારમાં લાભ સ્થાને ભ્રમણ કરે છે. જે આર્થિક સુખમાં વધારો કરે. વેપાર ધંધા નોકરી માં મોટા ધન લાભ આપે .સમાજમાં માન આપે દરેક કાર્યમાં સફળતા મળે.
- તા. 29.03.2025થી શનિ મીન રાશિમાં આવતા તમારી રાશિથી બારમાં વ્યય સ્થાનમાં આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાથે માથા પરથી પસાર થાય જે શારીરિક માનસિક, આર્થિક તકલીફ ઊભી કરે દરેક જગ્યા એ રુકાવટો લાવે.
સ્રીઓ માટે : આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. વર્ષની શરૂઆતમાં દરેક જગ્યાએ લાભ રહે ત્યારબાદ 29 માર્ચથી શનિ મીન રાશિમાં આવતા દામ્પત્યજીવનમાં અણબનાવ ઊભા કરી શકે કૌટુંબિક કે આર્થિક તકલીફો આપે..પેટને લગતી નાની મોટી તકલીફો થઈ શકે.
વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શરૂઆતમાં સારું. મહેનત પ્રમાણે લાભ પણ માર્ચ 2025 થી મધ્યમ પસાર થાય, વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયત્નમાં કઠિનાઈઓ આવે જેથી વધુ મહેનત કરવી.
વૃષભ રાશિ
- વર્ષની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિનો તમારી રાશિથી પહેલા દેહભાવ માં રહેશે, જે નોકરી ધંધામાં નાનો મોટો આર્થિક અવરોધ કે ભય ઊભો થાય. ખર્ચ પર કાબુ રાખો. નોકરી ધંધામાં બહુ મોટા ફેરફાર ના કરવા.
- તા.14.05.2025થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી બીજા ધન ભાવે રહેશે. જે આર્થિક બાબતો માટે શુભ બનતો જશે રોકાયેલા કાર્યો પૂરા થશે, કુટુંબમાં વડીલ તરફથી ધન કે સંપત્તિ મેળવવાના બને. આવશ્યકતા માટે નાણાંની સગવડ સરળતાથી થતી જશે
- વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં હોઈ તમારા દસમા કર્મ સ્થાને રહેશે, જે નોકરી વ્યવસાયમાં લાભ આપે. આવકની સ્થિરતા રહે મનની શાંતિ આપે.થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ મળે.
- તા.29.03.2025થી શનિ તમારી રાશિથી અગિયારમા લાભ ભાવે રહેશે, તમારા સુખમાં વધારો કરવો. દરેક કામમાં વિલંબ દૂર થાય સફળતા મળે, શારીરિક નાની-મોટી તકલીફો હોય તે પણ દૂર થાય.
સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય. પણ માર્ચ 2025થી ખુબ સારો સમય શરૂ થાય જે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે. દરેક કાર્યોમાં લાભ આપે.
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ શરૂમાં કઠિન ઈતર પ્રવૃત્તિ છોડી અભ્યાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ થશે. માર્ચ 2025થી સમય સુધરી જશે પરિણામ સારું આવશે, ઉચ્ચ અભ્યાસના યોગ પણ સારા રહે
મિથુન રાશિ
- વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી બારમાં વ્યય સ્થાને રહે છે. વ્યાધિ અને પીડાના યોગ કરે જે નોકરી ધંધામાં સમસ્યા ધન ખર્ચ ના અનેક યોગો બનાવે. વિના મતલબના કાર્યોમાં ખૂબ ખર્ચ થાય .
- તા 14.05.2025થી મિથુનનો ગુરુ પ્રથમ ભાવમાં પસાર થશે. કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપે. શારીરિક સમસ્યા પણ આવી શકે. ભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો બની શકે.
- વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં તમારી રાશિથી નવમા ભાગ્ય ભાવે રહેશે .જે ભાગ્યમાં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે. વિદેશને લગતા કાર્યોમાં રૂકાવટ થાય.
- તમારી મહેનતનું ફળ વિલંબ બાદ મળે, વડીલ વર્ગને બિમારીના યોગ બને. તમારી સહન શક્તિની કસોટી થાય તા.29.03.2025થી શનિ મીન રાશિનો તમારી રાશિથી દસમા કર્મ ભાવે આવે છે જે રોકાયેલા કાર્યો પૂરા કરશે. ધન લાભ મળવાના યોગ શરૂ થશે. જેથી મન ને શાંતિ થશે થોડી વધુ મહેનત ના યોગ બનાવે પણ લાભ થાય.
સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય. માર્ચ 2025થી રોકાયેલા કાર્યો પૂરા થાય આર્થિક લાભ મળી શકે.
વિદ્યાર્થીઓ માટે :– વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળે
કર્ક રાશિ
- વર્ષની શરૂઆતમાં કર્કનો ગુરુ તમારી રાશિથી અગિયાર માં લાભ ભાવમાં ભ્રમણ કરશે, જે વેપાર ધંધા નોકરી માં આર્થિક રીતે લાભદાયી નીવડે પ્રગતિ કરાવે.
- સામાજિક પ્રતિષ્ઠા વધતી જણાય. કૌટુંબ્લિક માત મોભો વધતો જણાય.
- 14.05.2025 બાદ ગુરૂ મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરતા તમારી રાશિથી બારમા વ્યય ભાવે આવશે. આ બારમે ગુરુ કષ્ટ વ્યાધિ અને પીડા આપે શારીરિક તકલીફો વધતી જાય. ભાગ્યમાં અડચણો આવે રુકાવટો ઉભી થાય
- વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે જે કષ્ટ પીડા અને શારીરિક નાની મોટી તકલીફો આપે. પડવા-વાગવા ના યોગ બને. આકસ્મિક જવાબદારીઓ તમારી પરેશાની વધારે. સતત પ્રયત્નશીલ ઓવા છતાં તમે યોગ્ય ફળ ન મળે. નુકશાની વધે, દગો થાય,યાત્રા પ્રવાસ કષ્ટદાથી નીવડે
- સંયમ પૂર્વક સમય પસાર કરવો
- તા 29.03.2025થી શનિ મીનનો થતાં તમારી રાશ થી નવમા ભાગ્યભાવે રહેશે, જે ભાગ્યવૃદ્ધિમાં વિલંબ કરાવે ,નાણાંકીય અવરોધો ઊભા થાય.
- નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ સાથે અણબનાવ બને નહીં તેની કાળજી રાખવી.
સ્ત્રીઓ માટે : આ વર્ષ મિશ્ર ફળદાથી ગણાય, આંતરિક – કૌટુંબિક તેમજ આર્થિક અનેક સમસ્યાઓ ઉદભવે. સંતાન સાથે મતભેદો ઉભા થઇ શકે .
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ થોડું કઠિન કહી શકાય. સારા પરિણામ માટે તમારે કઠોર પરિશ્રમ કરવાની જરૂર જણાય, વિદેશ જવામાં વિલંબ થઈ શકે .
સિંહ રાશિ
- વર્ષની શરૂઆતથી વૃષભનો ગુરૂ તમારી રાશિથી દસમા ભાવે રહે છે જે આજીવિકા સંબંધી કાર્યોમાં ફેરફાર કરાવે. મુસાફરી કે પ્રવાસ કરાવે. નોકરિયાત વર્ગને નોકરીમાં ફેરફાર કે બદલીના યોગ બને.
- તા.14.05.2025થી મિથુનનો ગુરુ તમારી રાશિથી અગિયારમા લાભ ભાવે આવે છે જે વેપાર ધંધા નોકરીમાં વૃદ્ધિના યોગ બનાવે છે. સમાજમાં યશ, નામ, પ્રતિષ્ઠા વધારે. આવકના સાધનો ઊભા થાય. ધન પ્રાપ્તિના યોગ બને.
- વર્ષની શરૂઆતામાં કુંભનો શનિ તમારી રાશિ થી સાતમા સ્થાનમાં રહે છે. જે લગ્ન જીવન ભાગીદારી નોકરીમાં વાદવિવાદથી બચવું. લગ્નમાં વિલંબના યોગ બને.
- તા.29.03.2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી આઠમા ભાવે ભ્રમણ કરતા જે આરોગ્ય અંગે કષ્ટદાયી ગણાય. શારીરિક તકલીફો વધે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધે. નોકરિયાત વર્ગે નોકરીમાં સ્થિર રહેવું.
સ્ત્રી વર્ગ માટે: એકંદરે આવક ની દ્રષ્ટિએ વર્ષ સારું વાદવિવાદથી દૂર રહેવું વર્ષની મધ્યથી કાર્ય સફળતાના યોગ બને રોકાયેલા પ્રશ્નો પુરા થાય
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષે શરૂઆતથી જ લાભદાયી પુરવાર થાય અભ્યાસમાં ધીમી ગતિએ સફળતાના યોગ બને મહેનત થી ધાર્યું પરિણામ મળી શકે
કન્યા રાશિ
- વૃષભનો ગુરુ વર્ષની શરૂઆતમાં તમારી રાશિથી નવમાં ભાવે ભ્રમણ કરશે જે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતાના યોગ બનાવે છે.
- ભાગ્યોદય થઈ શકે. મોટો ધનલાભ પણ થાય વિદેશ જવાના યોગ ઊભા થાય.
- લગ્નના યોગ બને સંતાન પ્રાપ્તિ ના પણ યોગ બને .
- તા. 14.5.2025થી મિથુન ગુરૂ તમારી રાશિથી દસમા કર્મભાવે આવશે. જે નોકરી ધંધામાં નાના-મોટા ફેરફાર અને પ્રવાસના યોગ ઊભા કરે. આવકનું પ્રમાણ વધી શકે. જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થાય.
- વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા છઠ્ઠા રોગ-શત્રુભાવે રહેશે. શનિ આ સ્થાનમાં અનુકૂળ છે. કોર્ટ કચેરી લડાઈ ઝઘડા હરીફાઈ વગેરેમાં જીત થાય. મોટા આર્થિક લાભ મળે. શત્રુ વિજય યોગ થાય. ધંધાકીય મુસાફરીના યોગ બને.
- તા. 29.03.2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી સાતમા ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે, જેથી લગ્ન જીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી.
- પેટની ગરબડ કે સમસ્યા થઈ શકે. આરોગ્ય સાચવવું.
સ્ત્રીઓ માટે :-સ્ત્રીઓ માટે આ વર્ષ ફળદાયી ગણાય વર્ષ ની મધ્ય થી આરોગ્ય સુધરતું જણાય નોકરી ધંધા વ્યવસાયમાં લાભ થાય આર્થિક તકલીફો દૂર થાય
વિદ્યાર્થીઓ માટે : વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું પસાર થાય. મહેનત ના પ્રમાણ માં ધાર્યું ફળ પ્રાપ્ત થાય. વિદેશ જવાના યોગ ઊભા થઈ શકે હરિફાઈ માં જીત ની પ્રાપ્તિ થાય
તુલા રાશિ
- વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી આઠમા સ્વાનમાંથી ભ્રમણ કરશે. જેથી નોકરી વેપાર માં નુકશાની રૂકાવટ કે આર્થિક-શારીરિક નુકસાનના યોગ બને. આરોગ્યનું ધ્યાન રાખવું મોટા સાહસથી દુર રહેવું.
- તા.14.05.2025થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી નવમાં ભાગ્યભાવે આવશે. જે સુખ સફળતા અને લાભ ના યોગ ઊભા કરે. ભાગ્યોદય જેવા કાર્યો થાય.
- વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય, પારિવારમાં શુભ પ્રસંગો આવે. ખૂબ સારા લાભોની પ્રાપ્તિ થાય .
- વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારા પાંચમા સ્થાનમાં ભ્રમણ કરે છે. જે આર્થિક બાબતે અશુભ પરિણામ આપે. નાની મોટી નુકશાની થઇ શકે.
- ધંધા નોકરીનાં રૂકાવટ આવે સંતાનો અંગેના પ્રશ્નો ઉભા થાય.
- તા.29.03.2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુસ્થાને આવશે, જે દરેક કાર્યોમાં સફળતા મેળવી આપે. રોકાયેલા કાર્યો પૂરા કરે
- કોર્ટ કચેરી માં જીત આપે આરોગ્યમાં સુધારો કરે, શત્રુ પર વિજય પ્રાપ્ત કરાવે.
સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆત માં મિશ્ર ફળદાથી ગણાય પરંતુ માર્ચ 2025 બાદ સારો સમય શરૂ થાય જે રોકાયેલા કર્યો પૂરા કરે સુખ શાંતિની પ્રાપ્તિ કરાવે.
વિદ્યાર્થીઓ માટે :– આ વર્ષની શરૂઆત કસોટીમય ગણાય. ખૂબ મહેનત કરવી જરૂરી. આત્મવિશ્વાસથી અભ્યાસ કરશો તો સારું પરિણામ મળશે. માર્ચ 2025 થી સમય વર્ષ સારું ગણી શકાય
વૃશ્ચિક રાશિ
- વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિ થી સાતમાં ભાવમાં ભ્રમણ કરતા નોકરી ધંધામાં લાભ. રાજ સન્માન, યશ પ્રતિષ્ઠા સાથે કાર્ય સફળતાના યોગ, અહીં તે સારું ફળ આપનાર છ લગ્ન યોગ ઊભા થાય, ઘરમાં માંગલિક પ્રસંગો આવે.
- તા.14.05.2025થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી આઠમા સ્થાનમાં આવશે. જે શારીરિક તકલીફ આપી શકે. ઘરમાં ક્લેશ ઊભો થઈ શકે. નોકરી વ્યવસાયમાં આકસ્મિક સમસ્યા થઈ શકે. એકંદરે સમય શાંતિથી પસાર કરવો.
- વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી ચોથા સુખ ભાવે રહેશે. નુકશાની અને શત્રુતાના યોગ ઊભા કરે. નોકરી વ્યવસાય ઘર પરિવારમાં વાદ વિવાદથી દૂર રહેવું. કોર્ટ કચેરીથી બચવું. નહીં તો નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડે, શેર-સટ્ટા જેવા કાર્યોથી દૂર રહેવું, આર્થિક, માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડે
- તા.29.03.2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં રહેશે. જે પણ આર્થિક બાબતો માટે અશુભ ગણાય. શારીરિક તકલીફો આપી શકે. સંતાનના પ્રશ્નો ઉભા થાય ખર્ચ પર કાબૂ રાખવો ધીરજ પૂર્વક સમય પસાર કરવો
સ્ત્રીઓ માટે : આ વર્ષ સંઘર્ષ ભર્યું પસાર થાય ઘર પરિવાર કે દામત્ય જીવન માં વિવાદો થી દુર રહેવું નોકરી માં ટકી રહેવું પેટ-આંતરડા કે પાચન ની નાની-મોટી તકલીફ થઈ શકે આર્થિક તંગી રહ્યા કરે ખર્ચ પર કાબૂ રાખવો
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ શરૂઆતે ફાયદા કારક સારું છે વિદેશ જવાની તમારી ઈચ્છા પૂર્ણ થતી જણાય તમારા કાર્યો સફળ થતાં જણાય મે ૨૦૨૫ થી અભ્યાસ માં ધ્યાન વધુ આપવું થોડો કઠિન સમય શરૂ થાય એકંદરે સારું વર્ષ ગણાય
ધન રાશિ
- વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુ ભાવમાં ભ્રમણ કરે છે. આ સ્થાને ગુરુ અશુભ ફળદાયી ગણાય નોકરી વ્યવસાયમાં અણબનાવ નુકશાન થઈ શકે .આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું. નાના મોટા રોગ કે સમસ્યા ઊભી થઇ શકે
- તા.14.05.2025થી મિથુન રાશિનો ગુરૂ તમારી રાશિથી સાતમા સ્થાનમાં રહેશે. જેથી કાર્ય સિદ્ધિના યોગો શરૂ થશે. વેપાર ધંધા નોકરીમાં આવક વધશે. કામ સફળ થશે. સંબંધો મધુર થશે તબિયત સારી થશે.
- લગ્ન ઈચ્છુકોના લગ્નના યોગ ઉભા થાય.
- દાંપત્ય જીવનમાં મધુરતા આવે યશ, નામની પ્રાપ્તિ થાય .
- વર્ષ ની શરૂઆત માં કુંભ રાશિ નો શનિ તમારી રાશિ થી ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે. વેપાર ધંધા નોકરીમાં સાહસથી સિદ્ધિ પ્રાપ્ત કરાવશે. આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવે. તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે. સારો ધન લાભ થાય તેમજ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. સમાજમાં પ્રતિષ્ઠા વધે.
- તા.29.03.2025થી શનિ તમારી રાશિથી ચોથા સુખ સ્થાને આવશે. જે માતા- પિતા સાથે અણબનાવ ઊભો કરે નહિ તેની કાળજી રાખવી , આર્થિક, માનસિક અને શારીરિક તકલીફોનો એકાએક સામનો કરવો પડે. શેર-સટ્ટાકીય કાર્યોથી દૂર રહેવું નુકશાની વેઠવી પડે
સ્ત્રીઓ માટે : આ વર્ષની શરૂઆત ઘણી શુભ થાય સામાજિક કાર્યો માં યશ નામ થાય નોકરિયાત બહેનો ને કાર્ય સિદ્ધિ અને ધન પ્રાપ્તિ ના યોગ રહે
૨૯ માર્ચ ૨૦૨૫ પછી નબળો સમય રહે ત્યારબાદ સમય શાંતિ થી પસાર કરવો ખર્ચ પર કાબૂ રાખવો.
વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂઆત માં મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ ૨૦૨૫ થી ઉત્તમ સમય શરૂ થશે જે અભ્યાસ માં સફળતા તેમજ અભ્યાસ અંગે વિદેશ જવામાં સફળતા મળે
મકર રાશિ
- વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરશે. જે નોકરી તેમજ વ્યવસાયમાં કાર્ય સફળતા અને ધન પ્રાપ્તિ ના યોગ ઊભા કરશે. જીવનમાં સુખ સફળતા મળે. સંતાનો ના પ્રશ્નો હલ થાય. નોકરીમાં પ્રમોશનના યોગ થાય. વિદેશ જવાનું સપનું પૂરું થાય.
- તા. 14.05.2025થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુભાવે આવે. જે શારીરિક સમસ્યા તેમજ અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસ ઘાત ના યોગ બનાવે. નોકરી વ્યવસાયમાં તકરારથી બચવું આવક ઘટે.
- વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી બીજા ધનભાવે ભ્રમણ કરે છે .
- અહીં તમારે સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે જે શારીરિક -માનસિક ચિંતા બેચેની આપે. તમારે અનેક તકલીફોનો સામનો કરવી પડે.
- ઉતરતી પનોતી માં ધીરજ પૂર્વક સમય પસાર કરવો. મોટા સાહસ કે મોટા ખર્ચથી બચવું. કોઈની સાથે તકરાર કે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં. પનોતી નો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે.
- તા.29.03.2025થી શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને આવશે. તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે રોકાયેલા કાર્યો પૂરા થશે. લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે ફરી સાહસિક કર્યો દ્વારા પ્રગતિ થશે. વેપાર ધંધા નોકરીમાં ધન લાગતા યોગ ઊભા થશે. એકંદરે સારી સફળતા મળે. યશ નામ મળે.
સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆતમાં બેચેની ચિંતા અને તકલીફો લાવનારું બને. પરંતુ માર્ચ 2025 થી તમામ સમસ્યાઓનો અંત આવે. સારા ધન યોગ ઉભા થાય. ક્લેશ દૂર થાય. રોકાયેલા કાર્યો પૂરા થતા જણાય.
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષની શરૂઆત ઉત્તમ થવાની છે. સફળતા મળશે થોડું પરિશ્રમ કરવાવાળું વર્ષ ગણાય. માર્ચ 2025 બાદ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ માટે તમારે કમર કસવી પડશે.ખૂબ વધુ મહેનત બાદ સફળતા મેળવી શકશો વર્ષના અંતમાં થોડી કઠિનાઈ ઊભી થઈ શકે
કુંભ રાશિ
- વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા ભાવે ભ્રમણ કરશે .જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે. સફળતા પ્રાપ્તિ કરાવે કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ કરાવે. જમીન મિલકત પ્રોપર્ટીના લાભ કરાવે
- તા. 14.05.2025થી ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવશે. જે સુખ સફળતાના યોગ ઊભા કરે. સંતાન પ્રાપ્તિના યોગ થાય. બાળકોના પ્રશ્નો પુરા થાય. ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ બને.
- વર્ષની શરૂઆતમાં કુંભના શનિથી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાપે છાતી પરથી પસાર થશે. જે વેપાર ધંધા નોકરી માટે લક્ષ્મી દાયક કે ધન દાયક ખરા પરંતુ પનોતી હોવાથી શારીરિક માનસિક ચિંતા અને બેચેની સમય સમયે રહ્યા કરે. રોકાયેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે.
- પનોતી નો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે.
- તા. 29.03.2025થી શનિ તમારી રાશિથી બીજા ધન ભાવે આવશે. અહીં તમારી સાડાસાતી પનીતીનો ત્રીજો અને છેલ્લો રૂપાના પાયે પગ પરથી પસાર થવાનો છે જે પણ એકંદરે લાભદાયી રહેશે રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવશે. વારસાગત લાભ અપાવે. જમીન મકાન પ્રોપર્ટીથી ધન લાભ થાય. શનિ ઉપાસના શરૂ રાખવી
- વધુ ખર્ચને કારણે નાણાંકીય ખેંચ વધતી જણાય જેથી ખર્ચ પર કાબુ રાખવો.
સ્ત્રીઓ માટે :- સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક શારીરિક રીતે મધ્યમ ગણાય, પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય. પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે. શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના શરૂ રાખવી તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે શારીરિક સમસ્યા દૂર થશે.
વિદ્યાર્થીનો માટે : આ વર્ષ એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા એવું નિશ્ચિત સ્થળ આપશે. ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે. પાસ થવામાં મુશ્કેલી નહીં રહે. પરંતુ માર્ક ઓછા રહેશે. ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવામાં કઠિનાઈથી સફળતા મળે. એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળે
મીન રાશિ
- વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવે ભ્રમણ કરે છે જેથી નોકરી વ્યવસાયમાં સ્થળ પરિવર્તનના યોગ બને. નાનો મોટો ફ્લેશ થાય. થોડી ઘણી આર્થિક સમસ્યા ઊભી થાય.
- તા. 14.05.2025થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા સુખ ભાવમાંથી ભ્રમણ કરશે. જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે. આવકમાં વધારો થશે. માલ મિલકત વધશે. મકાન વાહન ગાડી સુખ વધશે. વૈભવમાં વધારો થઈ શકે. યશ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે.
- વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારા બારમા વ્યય સ્થાને આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાસે માંથા પરથી પસાર થાય છે જે માનસિક ચિંતા અને બેચેની ઉપજાવે. વેપાર ધંધા નોકરીમાં નાની મોટી સમસ્યા આપે. પનોતીનો સમય હોવાથી હનુમાનજીની ઉપાસના કરવી. શનિદેવની ઉપાસના કરવી. સમય શાંતિથી પસાર કરવો ખૂબ મોટા સાહસો થી બચવું ઉતાવળિયા નિર્ણયો ના લેવા.
- તા.29.03.2025થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરતા તમારી રાશિમાં આવશે. અહીં સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થશે. અહીં તમે કર્મને ધર્મ માનીને સંયમ પૂર્વક કાર્ય કરશો તો મુશ્કેલી ઓછી રહેશે.
- ખૂબ મોટા સાહસોથી બચવું. શાંતિથી સમય પસાર કરવો .ખર્ચ પર કાબુ રાખવો.
- થોડી ઘણી કસોટીનો સમય ગણી શકાય. શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરશો તો સુડીનો ઘા સોય થી ટળી જશે.
- શનિદેવ કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે કોઈનું અહિત ન કરો. ઉત્તમ કાર્ય કરશો તો નુકસાન નહીં થાય આ સમય પણ શાંતિથી પસાર થશે. આ જ સમયમાં ગુરુ પોઝિટિવ છે જેથી તકલીફ ઓછામાં ઓછી પડશે.
સ્ત્રીઓ માટે : આર્થિક શારીરિક રીતે લાભપ્રદ રહે પરંતુ માનસિક ચિંતા અને બેચરની રહ્યા કરે. તેમણે પણ શનિ ઉપાસના હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી. કૌટુંબી ક્લેશથી દૂર રહેવું કચેરીથી બચવું. ખર્ચ પર કાબુ રાખવો. મિશ્ર ફળ ગણી શકાય. કૌટુંબિક તકલીફો કે મનદુઃખના પ્રસંગો બને. માનસિક શાંતિ રાખવી
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ શરૂઆતની કઠિનાઈ બાદ સફળતા આપતું વર્ષ ગણી શકાય પરંતુ આ વર્ષ થોડી ઘણી વધુ મહેનત માગી લે. તે પ્રમાણે મહેનત કરશો તો ચોક્કસ સારું પરિણામ મળશે. શનિ ક્યારે પણ વિદ્યાર્થીઓને પનોતીમાં નડતો નથી કોઈ પણ શંકા રાખવી નહીં.
તેમ છતાં પણ માનસિક ચિંતા રહેતી હોય તો શનિદેવ અને હનુમાનજીના દર્શન કરવા અને હનુમાન ચાલીસા કરવા. ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જેવું હોય તો ઉતાવળિયા નિર્ણય ન લેવા ધીમે ધીમે પ્રયત્ન કરવા સફળતા પ્રાપ્ત થશે.