23.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.5 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરેશનકાર્ડમાં ખોટા આધાર નંબરની ઝીંકમ ઝીંક, ઈ-કેવાયસીએ મસમોટા છબરડાની પોલ ખોલી

રેશનકાર્ડમાં ખોટા આધાર નંબરની ઝીંકમ ઝીંક, ઈ-કેવાયસીએ મસમોટા છબરડાની પોલ ખોલી


– રેશનકાર્ડમાં આધાર નંબર સુધારવા વહેલી સવારથી ઝોનલ કચેરી બહાર લોકોના ધામા, કનેક્ટિવિટીની કાયમ સમસ્યા

– કોઈ આયોજન વિના જ ઈ-કેવાયસીના ધતિંગ શરૂ કર્યાનો બળાપો, આળસુ અધિકારીઓના પાપે રેશનકાર્ડ ધારકોની અત્યારે પાડાના વાંકે પખાલીને ડામ જેવી દયનિય સ્થિતિ 

ભાવનગર : રેશનકાર્ડમાં જે-તે સમયે આધારકાર્ડ લીંક કરવાની થયેલી કામગીરીમાં આળસુ અધિકારીઓ અને ઓપરેટરોએ ખોટા આધાર નંબરની ઝીંકમ ઝીંક કર્યાના મસમોટા છબરડા અને સરકારને ટાર્ગેટ પૂરો કર્યાની કામગીરી દેખાડવા કરેલા કૌભાંડની ઈ-કેવાયસીએ પોલ ખોલી નાંખી છે. આવા અધિકારી-કર્મચારીઓના પાપનો પરિણામ અત્યારે રેશનકાર્ડ ધારકો ભોગવી રહ્યા છે. ઈ-કેવાયસી દરમિયાન રેશનકાર્ડમાં ખોટો આધાર નંબર હોવાની ખબર પડયા બાદ લાભાર્થીઓ આધાર નંબર સુધરાવવા ઝોનલ ઓફિસોએ દોડધામ કરે છે. પરંતુ કામ-ધંધા પાડીને વહેલી સવારથી ધામા નાંખવા છતાં ત્યાં પણ કનેક્ટિવિટી અને સર્વરની કાયમી સમસ્યાના કારણે લોકોને હતાશ-નિરાશ થઈ પાછું ફરવું પડી રહ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય