26.3 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 8, 2025
26.3 C
Surat
મંગળવાર, જુલાઇ 8, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યWorld Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ...જાણો કેવી રીતે?

World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?


નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે પણ અદભૂત રીતે ફિટ છે. આ સિવાય તેમના ચહેરા પરની ચમક પણ 20 વર્ષની યુવતીઓ જેવી લાગે છે. નીતા અંબાણી ફિટનેસ માટે દરરોજ યોગ કરે છે જે તેમના શરીર અને સ્વાસ્થયને સારૂં રાખે છે.

નીતા અંબાણીએ થોડા વર્ષો પહેલા તેમણે કસરત અને આહાર દ્વારા તેમના શરીરને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું અને લગભગ 18 કિલો વજન ઘટાડ્યું હતું. વજન ઘટાડ્યા બાદ નીતા અંબાણી તેમની ફિટનેસ દિનચર્યાને લઈને ખૂબ જ ધ્યાન રાખે છે. તેઓ નિયમીત પણે યોગા કરે છે એક દિવસ પણ ચૂકતા નથી. નીતા અંબાણીની આ ફિટનેસ દિનચર્યાઓને અનુસરીને, કોઈપણ વ્યક્તિ તેમના વજનને નિયંત્રિત કરી શકે છે.

નીતા અંબાણીના ફિટનેસ રહસ્ય છે યોગા

નીતા અંબાણીના ફિટ ફિગરનું રહસ્ય વર્કઆઉટ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે ક્યારેય જિમ સેશન અને યોગા ચૂકતી નથી. આ સાથે શ્રીમતી અંબાણી યોગા અને સ્વિમિંગ પણ કરે છે જેની મદદથી તેમને ફિગરને ટોન કરવામાં મદદ મળે છે. તેણીને નૃત્ય પણ ગમે છે અને તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે જે શરીરની ગતિશીલતા જાળવવામાં મદદ કરે છે.

બીટરૂટથી કરો દિવસની શરૂઆત

નીતા અંબાણી ફિટ રહેવા માટે દિવસની શરૂઆતમાં દરરોજ સવારે બીટરૂટનો રસ પીવે છે. બીટરૂટનો રસ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને સ્ટેમિના વધારવામાં પણ મદદ કરે છે. આ સાથે તે નાસ્તામાં ડ્રાય ફ્રુટ્સ લે છે. જે સંપૂર્ણ રીતે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. નીતા અંબાણીના નાસ્તામાં એગ વ્હાઇટ ઓમલેટ પણ સામેલ છે. જે પ્રોટીનની સાથે સાથે એમિનો એસિડ અને આવશ્યક મિનરલ્સથી ભરપૂર હોય છે.

બપોરનું ભોજન શાકભાજીથી ભરેલું

નીતા અંબાણી હંમેશા લીલા શાકભાજીથી ભરપૂર લંચ ખાવાનું પસંદ કરે છે. ઘણી વખત તેના લંચમાં વેજિટેબલ સૂપનો સમાવેશ થાય છે જે સેલ ફંક્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રાત્રિભોજન માટે સ્પ્રાઉટ્સ લો

નીતા અંબાણી લંચની જેમ ડિનર પણ ખૂબ જ હેલ્દી અને પોષણથી ભરપૂર હોય છે. જેમાં લીલા શાકભાજી તેમજ સ્પ્રાઉટ્સ અને સૂપનો સમાવેશ થાય છે. સ્વસ્થ રહેવા માટે એ જરૂરી છે કે રાત્રિભોજન હંમેશા હળવું અને પૌષ્ટિક હોય. જેથી મેટાબોલિક સિસ્ટમ બરાબર રહે અને વજન નિયંત્રણમાં રહે. આ સાથે નીતા અંબાણીના વજન ઘટાડવાના આહારમાં ફળો અને ડિટોક્સ ડ્રિંક્સ પણ સામેલ છે. નીતા અંબાણીની ડાયટ અને ફિટનેસ રૂટિન જાણ્યા પછી કોઈપણ વ્યક્તિ પ્રેરિત થઈ શકે છે. સતત કડક દિનચર્યાનું પાલન કરીને વજન ઓછું કરવું સરળ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય