દર વર્ષે 21 જૂને ઈન્ટરનેશનલ યોગા ડે ઉજવવામાં આવે છે. લાખો લોકો આ દિવસે યોગઅભ્યાસ કરીને પોતાની લાઈફસ્ટાઈલને બદલાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ યોગ કરતા પહેલા અને યોગ કર્યા પછી શું ખાવું જોઈએ તે બહુ ઓછા લોકોને જ ખબર હશે.
જો તમે યોગા પછી સરખો આહાર લો છો તો તમારુ શરીર આખો દિવસ એક્ટિવ રહે છે. પરંતુ ઘણા લોકો યોગ કર્યા પછી કઈ પણ ખાઈ લે છે અને તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. તે માચે જાણવું જરૂરી છે કે યોગ કર્યા પછી શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ.
કઈ વસ્તુઓનું કરવું સેવન ના કરવું?
યોગ કર્યા પછી અમુક એવી વસ્તુ છે જેનું સેવન ના કરવું જોઈએ. જેમ કે ઓઈલી ફૂડ અને મસાલેદાર ખાવાનું ના ખાવું જોઈએ. તે પાચનને ધીમું કરી દે છે. તેમજ સુગર અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન તો બિલકુલ ના કરવું જોઈએ. કારણ કે તેમાં સુગર વધારે અને પોષણ ઓછું હોય છે. તે યોગની અસરને ઓછી કરી શકે છે. યોગ પછી તરત જ ચા કે કોફી ના પીવી જોઈએ, કારણ કે શરીરને શાંતિ અને સંતુલનની જરૂર હોય છે એવામાં કેફીન તે સંતુલનને બગાડી શકે છે.
યોગ કરતી સમયે આ ભૂલો ના કરવી
યોગ કરતી સમયે ઘણી એવી નાની નાની ભૂલો છે જે લોકો કરતા હોય છે. યોગ કોઈ દિવસ ખાલી પેટ ના કરવા જોઈએ. હંમેશા યોગ કર્યા ના 2 કલાક પહેલા હળવો નાશ્તો કરવો જરૂરી છે. ઘણા લોકો એક્સપર્ટ વગર યોગ કરવાનું ચાલું કરી દે છે તેવું પણ ના કરવું જોઈએ. યોગની શરૂઆત હંમેશા એક્સપર્ટના અન્ડર જ કરવી જોઈએ. ઘણા એવા લોકો છે જે યોગના કપડા સિવાય બીજા કપડા પહેરીને યોગ કરતા હોય છે તેવું પણ ના કરવું જોઈએ. યોગના કપડા શરીરને સપોર્ટ આપે તે રીતે બનાવવામાં આ છે.