7 જુલાઈએ World Chocolate Day ઉજવવામાં આવે છે. ચોકલેટ એક એવી વસ્તુ છે જે મોટી ઉંમરના લોકોથી લઈને નાના બાળકો બધાને ભાવે છે. જો રોજ એક ચોકલેટ ખાઈએ તો તેનાથી શરીર પર શું અસર પડે? તેમજ બજારમાં તો અઢળક ચોકલેટ મળે છે પણ સૌથી બેસ્ટ ચોકલેટ કઈ? જાણો
હાર્ટની બીમારીથી દૂર રહેશે
એક રિપોર્ટ મુજબ, જો તમે રોજ ડાર્ક ચોકલેટનો એક ટુકડો ખાઓ છો તો તે તમારા હાર્ટ માટે ખૂબ જ સરસ ગણાય છે તેમજ તેનાથી તમારું બ્લડ પ્રેશર પણ લેવલમાં રહે છે. તેમજ વર્ષ 2017માં Journal of the American Heart Associationએ પોતાની રિસર્ચમાં જણાવ્યું હતું કે, જો તમે રોજ ડાર્ક ચોકલેટને બદામ સાથે ખાઓ છો તો તમારું હાર્ટ હેલ્ધી રહે છે અને તમારી લિપિડ પ્રોફાઈલ પણ સુધરે છે.
પીરિયડના દુખાવામાં મળે રાહત
માસિક ધર્મ એટલે કે પીરિયડ સમયે મહિલાઓને દુખાવો ખૂબ જ થાય છે. જો તમે તે સમયે ડાર્ક ચોકલેટનું સેવન કરો છો તો તમારા દુખાવામાં તમને રાહત મળે છે. એક રિપોર્ટ મુજબ, 50 ગ્રામ ચોકલેટમાં 114 મિલીગ્રામ મેગ્નેશિયમ હોય છે. તેમજ 50 ગ્રામ ચોકલેટમાં 31 મિલીગ્રામ મેગ્નેશિયમ હોય છે. મેગ્નેશિયમનું કામ તમારા મસલ્સને રિલેક્સ કરવાનું છે. એટલા માટે પીરિયડના સમયે મહિલાઓને ચોકલેટ ખાવી જોઈએ તેનાથી દુખાવામાં રાહત મળે છે.
હાઈ કોલેસ્ટ્રોલ ને વધારી શકે છે
જો કોઈ વસ્તુઓના ફાયદા હોય તો તેના નુકસાન પણ હોવાના છે એ સ્વાભાવિક વાત છે. જે તમે રોજ ડાર્ક ચોકલેટ ખાઓ છો તો તેનું શરીર પર ખરાબ અસર પણ પડી શકે છે. એક રિસર્ચ મુજબ, જે તમે રોજ ડાર્ક ચોકલેટ ખાઓ છો તો તે તમારા હાઈ કોલેસ્ટ્રોલને વધારી શકે છે અને તેનાથી કાર્ડિયાક અરેસ્ટ પણ આવી શકે છે, એટલા માટે ચોકલેટનું સેવન પૂરતી માત્રામાં કરવું જરૂરી છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.