image : Socialmedia
Vadodara : વડોદરા નજીક આવેલા આસોજ ગામમાં રહેતા જનકભાઈ શાંતિભાઈ પટેલે બારોટ ફળિયામાં પોતાની છ રૂમો ભાડે આપી છે. રૂમ નંબર એકમાં છેલ્લા એક વર્ષથી બળવંતસિંહ અભેસિંહ પટેલ તેમજ તેની સાથે સુમિત્રાબેન નામની 40 વર્ષની મહિલા રહેતી હતી. બળવંતસિંહ મૂળ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રસુલપૂર ગામના વતની છે.
ગઈકાલે સાંજે તેમના નાના ભાઈ મહેશનો ફોન આવેલ કે બારોટ ફળિયામાં તમારી બંધ રૂમમાંથી દુર્ગંધ આવે છે. બાદમાં જનકભાઈ અને તેમનો પુત્ર બંને બારોટ ફળિયામાં જઈને જોતા રૂમ બહારથી બંધ હાલતમાં હતી અને અંદરથી સખત દુર્ગંધ મારતી હતી.