અજાણ્યા કાપડના વેપારી કપડાનો સોદો કરીને ગુગલ પે મારફતે નાણા પડાવી લીધા
દયાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભોગબનાર મહિલાને તેની પૂરેપૂરી રકમ પરત અપાવી
ભુજ: લખપતના દયાપર ગામે રહેતા અને કાપડનો વ્યવસાય કરતા મહિલાને અજાણ્યા શખ્સે પોતે કાપડનો વેપાર કરતા હોવાનું જણાવીને કાપડની ડીઝાઇનો મોકલીને ગુગલ પેથી રૂપિયા ૧,૧૩,૯૭૫ મેળવી કાપડ કે રૂપિયા ન આપીને છેતરપીંડી કરી હતી. ભોગબનારે દયાપર પોલીસ મથકનો સંપર્ક કરતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાના ગયેલા રૂપિયા પરત અપાવી દઇ સરાહનીય કામગીરી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ દયાપર ગામે રહેતા સહેનાઝબેન હબીબભાઇ નોતિયાર જે કાપડનો વ્યવસાય કરતા હોઇ તેમને એક અજાણયા નંબરથી ફોન આવ્યો હતો.