– પતિને મહિલા સાથે અનૈતિક સબંધ હતો
– મૃતકના ભાઈએ બનેવી વિરૂદ્ધ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી
ભાવનગર : ગઢડા તાલુકાના ગઢાંળી ગામે રહેતા પતિને સુરત ખાતે રહેતી મહિલા સાથે અનૈતિક સંબંધ હોય પત્ની સાથે વારંવાર ઝઘડો કરી લગ્ન છુટા કરવા દબાણ કરતા પત્નીએ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત અનુસાર ગઢડા તાલુકાના ગઢાંળી ગામે સાસરું ધરાવતા શાંતુબેનના લગ્ન ૨૧ વર્ષ પહેલા મુકેશભાઈ બધાભાભાઈ વાઘેલા સાથે થયા હતા.લગ્ન જીવન દરમિયાન બે પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો.