Vitamin D helps your body absorb calcium: વિટામિન ડી માનવ શરીર માટે મહત્ત્વનું તત્ત્વ છે. આ વિટામિન રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરવા, સ્નાયુઓને રોજિંદું કામ કરવા અને બળતરા ઘટાડવા માટે પણ જરૂરી છે. વિટામિન ડી હાડકાને વધુ મજબૂત બનાવવા પણ ઉપયોગી છે. જો શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી ન મળે તો થાક, નિર્બળતા અને હાડકાંની નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન ડી ઘણીવાર ‘સનશાઈન વિટામિન’ પણ કહેવામાં આવે છે કારણ કે સૂર્યનો સંપર્કમાં આવવાથી પણ વિટામિન ડી ઝડપથી બને છે. ચામડીમાં એક પ્રકારનું સંયોજન હોય છે જે વિટામિન ડી તરીકે કામ કરે છે.