Statewide convention of ASHA workers : લઘુતમ વેતનથી પણ ઓછું વેતન મેળવતાં આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓ પાસે સરકારે ડિજિટલ કામગીરીનો આગ્રહ શરૂ કર્યો છે પરંતુ, આ કામ માટે મોબાઈલ ખરીદવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલી રૂ.60 કરોડની ગ્રાન્ટ એક વર્ષથી વપરાયા વગરની ધૂળ ખાતી હોવાનો કર્મચારી સંગઠને આક્ષેપ કર્યો છે. જયારે, રાજય સરકારના આગામી બજેટમાં આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓના વિવિધ 22 પ્રશ્નોને સમાવિષ્ટ કરી તેનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે આજે રવિવારે અમદાવાદમાં આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓનું રાજયવ્યાપી સંમેલન મળશે.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને આક્ષેપમાં જણાવ્યું કે, મહિલા અને બાઓળ વિકાસ વિભાગની પાયાની કામગીરી સંભાળતી રાજયની એકલાખથી વધુ આંગણવાડી વર્કર બહેનો તેમજ આરોગ્ય વિભાગ હેછળ સેવા આપતી આશાવર્કર અને ફેસિલેટર બહેનો અનેક મુશ્કેલીઓ વચ્ચે સેવા બજાવી રહી છે. આંગણવાડી- આશા વર્કર કર્મચારીઓને અપાતા નજીવ વેતનની સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે જયારે, હાઈકોર્ટે આ કર્મચારીઓને કાયમી કરી લધુતમ વેતન આપવ આદેશ કર્યો છે.