આજના ડિજિટલ યુગમાં, YouTube કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ બની ગયું છે. લોકો અહીં વીડિયો બનાવીને માત્ર પોતાની ઓળખ બનાવી રહ્યા નથી, પરંતુ તેમાંથી સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.
આજના ડિજિટલ યુગમાં, યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ બની ગયું છે. લોકો અહીં વીડિયો બનાવીને માત્ર પોતાની ઓળખ બનાવી રહ્યા નથી, પરંતુ તેમાંથી સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. પરંતુ YouTube પર સફળતા મેળવવાની એક ખાસ રીત છે કે, સોથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને વ્યૂઝ મેળવવાથી સારી એવી આવક મેળવી શકો છો. YouTube તેના ક્રિએટર્સને તેમના સબ્સ્ક્રાઇબર માઇલસ્ટોન પર પ્લે બટન (YouTube ક્રિએટર એવોર્ડ્સ) એનાયત કરે છે. આમાં પહેલો અને સૌથી લોકપ્રિય એવોર્ડ સિલ્વર પ્લે બટન છે. તો હવે તમને સવાલ થતો હશે કે, તે ક્યારે મળવી શકાય અને આ પછી કેટલી આવક થાય છે?
મને YouTube સિલ્વર બટન ક્યારે મળશે?
- જ્યારે કોઈ ચેનલ 1 લાખ (100K) સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચે છે ત્યારે YouTube સિલ્વર પ્લે બટન આપવામાં આવે છે. સિલ્વર પ્લે બટન મેળવવા માટેની આવશ્યકતાઓ.
- ૧૦૦,૦૦૦ સબ્સ્ક્રાઇબર્સ પૂર્ણ કર્યા હોવા જોઈએ.
- YouTube ના સમુદાય દિશાનિર્દેશો અને નીતિઓનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.
- ચેનલમાં વાસ્તવિક અને ઓર્ગેનિક સબ્સ્ક્રાઇબર્સ હોવા આવશ્યક છે, નકલી અથવા ખરીદેલા સબ્સ્ક્રાઇબર્સ માન્ય રહેશે નહીં.
- ચેનલોએ YouTube ની સમીક્ષા પ્રક્રિયામાંથી પસાર થવું આવશ્યક છે, જે નક્કી કરે છે કે તમે પુરસ્કારો માટે પાત્ર છો કે નહીં.
- જો તમારી ચેનલ બધી શરતો પૂરી કરે છે, તો તમને YouTube તરફથી સિલ્વર પ્લે બટન મોકલવામાં આવશે.
સિલ્વર બટન મેળવ્યા પછી તમે કેટલી કમાણી કરો છો?
YouTube પોતે તમને સિલ્વર બટન મેળવવા માટે પૈસા આપતું નથી, પરંતુ તે એક સંકેત છે કે તમારી ચેનલ લોકપ્રિય બની છે અને તેનાથી કમાણીની સારી તકો મળી શકે છે.
YouTube થી પૈસા કમાવવાની મુખ્ય રીતો
YouTube Monetization (Adsense Revenue): જો તમારી ચેનલ પર 1000 સબ્સ્ક્રાઇબર્સ અને 4000 કલાક જોવાનો સમય છે, તો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામ દ્વારા Adsense આવકમાંથી કમાણી શરૂ કરી શકો છો. 1 લાખ સબ્સ્ક્રાઇબર્સ થયા પછી, તમે દર મહિને 30,000 થી રૂપિયા 1 લાખ કે તેથી વધુ કમાણી કરી શકો છો, તે વીડિઓ વ્યૂઝ અને કન્ટેન પર આધાર રાખે છે.
બ્રાન્ડ સ્પોન્સરશિપ અને પ્રમોશન
મોટી બ્રાન્ડ્સ તમને સ્પોન્સરશિપ ડીલ્સ ઓફર કરી શકે છે, જેના દ્વારા તમે રૂપિયા 10,000 થી રૂપિયા 5 લાખ કે તેથી વધુ કમાણી કરી શકો છો. લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન, સુપર ચેટ અને ચેનલ મેમ્બરશીપથી પણ સારી આવક મેળવી શકાય છે.