Whatsapp Storage: હાલના સમયમાં ભાગ્યેજ કોઈ એવું હશે કે જે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp વાપરતું ન હોય. ઓફિસ હોય કે સ્કૂલ, તેના દ્વારા તમામ કામ સરળતાથી થઈ શકે છે. વોટ્સએપ પર દિવસ અને રાત પર એટલી બધી ચેટ્સ અને ફોટો-વીડિયો શેર કરતા રહે છે, જેના કારણે સ્ટોરેજ સમસ્યાઓ ઊભી થાય છે. આવી સ્થિતિમાં સ્ટોરેજ ખતમ થઈ જાય તો શું કરવું? તમારે સ્ટોરેજ માટે હવે બહુ મહેનત કરવાની જરૂર નથી. આજની આ ટ્રિક્સનો ઉપયોગ કરીને તમારું કામ સરળ બની જશે.