WhatsApp: વોટ્સએપ છેલ્લા ઘણાં સમયથી ગ્રૂપ ચેટ્સને સ્ટેટસમાં મેન્શન કરનારા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર આવવાથી યુઝર્સ એકસાથે આખા ગ્રૂપને મેન્શન કરી શકશે. તેમને અલગથી એક-એક કોન્ટેક્ટને સ્ટેટસમાં ટેગ કરવાની જરૂર નહીં પડે. હવે સમાચાર મળી રહ્યા છે કે, આ ફીચરનું ટેસ્ટિંગ શરુ થઈ ગયું છે. તે કેટલાક બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે.