Phantom Vibration Syndrome: કેટલાક લોકો હંમેશા પોતાના મોબાઇલ ફોન સાથે ચોંટી રહે છે. તેઓ ફોન પર કંઈ કરે કે ન કરે, પરંતુ લાંબા સમય સુધી ફોનને હાથમાં પકડીને વારંવાર ચેક કરવો એ તેમની આદત બની ગઈ છે. જો તેઓ થોડા સમય માટે પોતાના ફોનથી દૂર જાય તો પણ તેમને લાગે છે કે તેમના મોબાઇલ ફોનની રિંગ વાગી રહી છે અથવા વાઇબ્રેટ થઈ રહ્યો છે. આથી આ ચિંતાના કારણે તેઓ ફરીથી ફોન ચેક કરે છે. જો તમને પણ રિંગ વાગ્યા વગર જ ફોનની રિંગ સંભળાય છે તો આ ભ્રમનું નામ છે ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમ.