સાપ્તાહિક રાશિફળ : આજથી નવેમ્બર મહિનાનું ત્રીજું સપ્તાહ (18થી 24 નવેમ્બર) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહનું રાશી ભવિષ્ય કેવું હશે તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી તમામ રાશીની સાપ્તાહિક માહિતી મૂજબ મેષ રાશિના જાતકોને આ સપ્તાહમાં જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે તો, મિથુન રાશિના જાતકોને ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે જૂના મતભેદ સુધારવાની તક મળે. તો સિંહ રાશિના જાતકોને જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે.