આગામી સપ્તાહ તા.28-09-24 થી 04-10-24 સુધી કેવુ રહેશે આપના માટે થશે લાભ કે થશે નુકસાન જાણી લો. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.
મેષ (અ.લ.ઈ.)
માનસિક સ્વસ્થતા સમતોલન અને શાંતિ જાળવવા મુશ્કેલ જણાશે. આવક કરતાં ખર્ચા વધી ન જાય તે જોવું કોઈ નવી બાબતો અંગે પ્રયત્નો કરવા, લોન-હપતા વગેરેની ચિંતા પણ રહે, આ સમયમાં વાહન,મકાન કે અન્ય કચેરીઓને લગતા કામોમાં પ્રગતિ થતી જણાય. રૂકાવટ દૂર થાય, નોકરિયાતને આશાવાદી તક રહે, ધંધા-વેપાર-વ્યવસાયના કામમાં સફળતા, કૌટુંબિક અને સામાજિક કામકાજો સમસ્યાઓના નિરાકરણ અંગે સહાયતા, આરોગ્ય સુધારી શકો, પ્રવાસ પ્રગતિકારક.
વૃષભ (બ.વ.ઉ.)
અંગત મૂંઝવણો અને કોઈ અકળ વિષાદ હશે તો તેનો ઉકેલ-ઉપાય મળે, નાણાકીય ચિંતા અને મુશ્કેલીઓનો ભાર હળવો બને. કોઈ સાનુકૂળ સંજોગ કે તક દ્વારા આપનું કામ રોળવી શકો. કાર્ય સફળતા મેળવવાના આપના પ્રયત્નો ફળે અને થોડી ધીરજ માગશે નોકરી કે ધંધાના પ્રશ્નો અંગે રાહત મળે, ગૃહજીવનમાં કોઈ ગેરસમજ કે અશાંતિકારક બાબતનો હલ મળે, સ્વજનોનો સહકાર મેળવી શકો, આરોગ્ય સચવાતું જણાય, પ્રવાસમાં વિલંબ બાદ સફળતા.
મિથુન (ક.છ.ઘ.)
આપની મનની અજંપિત અવસ્થા હવે હળવી બને. રાહત અનુભવાય, આર્થિક સંજોગો સુધરે છતાં નાણાભીડ પણ જોવા મળે તેથી કરકસર અને ગણતરીપૂર્વક ચાલવું, જમીન, વાહન સંપત્તિ અંગેના યા અન્ય સરકારી, અન્ય સંસ્થાગત કાર્યો અને વ્યવસાયિક બાબતો અંગે ગૂંચવણો જણાય, વિલંબ વધશે, ગૃહજીવનમાં સંવાદિતા સર્જી લેજો, વાદ-વિવાદ દૂર કરજો, નવા સંબંધોમાં સાવધ રહેવું, આરોગ્ય બગડવા ન દેવું, પ્રવાસમાં વિલંબ.
કર્ક (ડ.હ.)
આ સમયમાં તાણ-ચિંતા-ભય અને શંકા-વહેમની લાગણી અનુભવાય, આર્થિક પ્રશ્નો અંગેનો હલ મળે, આવકમાં વધારો કરવાના પ્રયત્નો સફળ બને, લાભદાયી તક મળે, મહત્ત્વના કામકાજો, સંપત્તિ-વાહન ઇત્યાદિ પ્રશ્નો યા સરકારી- કચેરીના કામો અંગે સમયમાં પ્રતિકૂળતા રહે, કઠિનતા વધે, દાંપત્યજીવનમાં હર્ષ આનંદ સર્જાય, સ્વજન, સગાં-મિત્ર પ્રિયજનોનો સહકાર વધે, મિલન-મુલાકાતથી પ્રસન્નતા, તબિયતની કાળજી લેવી, પ્રવાસમાં વિઘ્ન દૂર થાય.
સિંહ (મ.ટ.)
આપની ઉતાવળ અને વ્યગ્રતા પર કાબૂ રાખવા ધ્યાન-યોગ ઉત્તમ માર્ગ બને, આર્થિક વ્યવહારોમાં સાવધ રહેવું, છેતરાવું ન પજે કે વિશ્વાસઘાતથી બચવું, લાભની લાલચમાં પડવું નહીં, ગણતરીથી ચાલશો તો વાંધો નહીં આવે, આ સમયમાં સરકારી-ખાનગી, કાર્યાલયોને લગતા કામોમાં ટેન્શન, વિલંબ હશે તો ધીમે ધીમે દૂર થાય, નોકરી કે વ્યવસાયની બાબતોમાં સાનુકૂળ તક વધે, દાંપત્યજીવન, સામાજિક કાર્ય કે સગાં-સંબંધ અંગે મનદુઃખ ગેરસમજો ટાળજો, આરોગ્ય સુધરશે, પ્રવાસ અંગે રાહત.
કન્યા (પ.ઠ.ણ.)
આપના મનની શાંતિ અને સ્વસ્થતાનો ભંગ થાય તેવા પ્રસંગોથી દૂર રહેજો, નાણાકીય સમસ્યાનો કોઈ હલ મેળવી શકો, મદદ-લોન કે અન્ય રીતે કામ થતું લાગે, ખોટા-વ્યય અટકાવજો, નોકરીમાં હજુ મશ્કેલી જણાય, ધંધા-વ્યવસાયમાં પણ ધાર્યું ફળ અટકતું જણાશે, નવા માર્ગ કે યોજનામાં વિલંબ વધશે, ગૃહજીવનમાં ધીમે ધીમે મનમેળ સાધી શકશો, અંતરની લાગણી દુભાવશો નહીં, સગાં-સ્વજન અંગે સારા સંજોગો, આરોગ્ય સુખાકારી સાચવવી પડે, પ્રવાસમાં વિલંબથી સફળતા.
તુલા (ર.ત.)
આપની માનસિક દશાની અશાંતિ દૂર થતાં નિરાશા દૂર થાય, આશા ઉમંગ વધશે, આર્થિક કામકાજો, ઉઘરાણી કે અન્ય લેવડ-દેવડ પાછળ વધુ સમય પ્રયત્નો જરૂરી લાગે, નોકરી-ધંધાની બાબતો માટે આ સમય ઘણો ધીમો-મંદ લાગે,ફળ દૂર ઠેલાય, પ્રયત્નોનું ફળ અટકશે, ગૃહજીવન-કુટુંબની બાબતો અંગે સાનુકૂળતા અને મદદરૂપ સંજોગો, આરોગ્ય સાચવવું પડે, પ્રવાસમાં વિઘ્ન લાગે.
વૃશ્ચિક(ન.ય.)
માનસિક, શારીરિક દૃષ્ટિએ સંજોગો ઘણું ટેન્શન સૂચવે. ધાર્મિક આધ્યાત્મિક પ્રયત્નોથી મદદ, આવક વધારવાના પ્રયત્નોનું ફળ હજુ વિલંબમાં પડી શકે. ધીરજ જરૂરી બને, ખર્ચા અટકાવજો, નોકરિયાતને તણાવ જણાય, અને અસ્થિરતા લાગે, ધંધામાં કોઈ નુકસાનકારક નિર્ણય ન થઈ જાય તે જોજો, કૌટુંબિક બાબતોથી સંવાદિતા, મિત્ર-સ્વજન કે સંતાન અંગે સાનુકૂળતા, આરોગ્ય માટે ચિંતા, પ્રવાસમાં મુશ્કેલી આવી શકે.
ધન (ભ.ફ.ઢ.ધ.)
આપના મનની સ્થિતિ હજી દ્વિધામાં રહેશે. શંકા-કુશંકા વહેમ ત્યજવા, આર્થિક સમસ્યામાંથી બહાર આવવા કોઈ તક-માર્ગ મળે, વધારાના દેવા કરજની ચિંતાનો પણ કોઈ હલ મળે, નોકરિયાતને હજી જોઈતી તક ન દેખાય, ધંધા-વેપારમાં આગળ વધાશે, પણ લાભ હાથમાં ન આવે ખોટા-વ્યયની પણ શક્યતા વધે, કૌટુંબિક કાર્યમાં અવરોધ દૂર થાય, મિલન-મુલાકાતો ફળદાયી બને, ગેરસમજો દૂર કરી શકશો, આરોગ્ય સાચવી શકશો, પ્રવાસ સફળ બને.
મકર (ખ.જ.)
ખોટું ટેન્શન કે ચિંતા રાખવાની જરૂર નથી. સંજોગો પોતાની રીતે સરળ બનશે, આવકની તક મળે, ખર્ચ, ચુકવણી-વ્યાજ-હપતા અંગે કોઈ રાહતની આશા, કોઈ મદદ મળે, મકાન-સંપત્તિ કે અન્ય વાહન વગેરે અંગે આ સમય સુધરશે અને મદદ મળતાં સાનુકૂળતા રહે, નોકરી અંગે પણ સંજોગ સુધરશે. ધંધાકીય પ્રગતિ, ગૃહજીવનની બાબતો, સમસ્યા કે કામગીરી બાબત પરિસ્થિતિ સુધરશે, આરોગ્ય સચવાતું લાગે, પ્રવાસમાં આનંદ.
કુંભ (ગ.શ.સ.)
સામો પવન પ્રતિકૂળતાની સ્થિતિ આપને જોવી પડે. મનમાં ભાર અનુભવાય, આર્થિક રીતે સમય કઠિન જણાય, ધારી આવક-ઉઘરાણી અટકતી લાગે, ખોટા વ્યય- અર્થહીન ખર્ચા જણાય, આપના ધંધા-નોકરીના કામોમાં વ્યસ્તતા વધે પણ ફળ, વળતર ખાસ દેખાય નહીં, કોઈ એકાદ કામ સફળ બની શકે, ગૃહજીવનમાં નજીવી વાતમાં ચકમક ઝરી શકે, ખોટી ગેરસમજ થાય અલબત કુનેહ, વિવેકથી શાંતિ થાય, આરોગ્ય જળવાય, પ્રવાસમાં સાનુકૂળતા.
મીન (દ.ચ.ઝ.થ.)
મનના મૂંઝવતા પ્રશ્નો કે ધારી અપેક્ષાઓ અંગે ટેન્શન વધતું જણાય, છતે સુખે દુખી બનતા જણાશો, કોઈ નવો આવક વૃદ્ધિનો માર્ગ ઊભો કરી શકો, મિત્ર-હિતેચ્છુ, મદદગાર બને, લેણદારોથી રાહત મળે, નોકરિયાતને સાનુકૂળ તક મળે, ધંધા-વ્યવસાયમાં પ્રગતિ થાય, પણ ઘણો વિલંબ જણાય, મહત્ત્વનું કામ થતું લાગે, દાંપત્યજીવનમાં સમાધાન રહે, કૌટુંબિક બાબત સૂલઝાય, તબિયત સાચવવી, પ્રવાસમાં પ્રસન્નતા.