રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2081 પોષ સુદ એકમ. મંગળવાર, પોષ માસ શરૂ. પ્રમુખ સ્વામી દીક્ષા દિન.
મેષ રાશિ
મૂંઝવણો અને વિષાદ દૂર થતાં રાહત અનુભવાય, આર્થિક આયોજન સફળ થાય, કૌટુંબિક કામગીરી થાય.
વૃષભ રાશિ
રૂકાવટોને પાર કરી તમે સફળતા પ્રાપ્ત કરી શકવા શક્તિમાન છો. પ્રયત્ન કરજો, તબિયતની ચિંતા થાય.
મિથુન રાશિ
વ્યવસાયિક સંજોગો સુધરતા જણાય, વિકાસની તક મળે, સ્નેહી સ્વજનથી સંવાદિતા સર્જાય.
કર્ક રાશિ
આવક સામે ખર્ચના પલ્લાં ભારે બનતા જણાય, તમારા અગત્યના કામકાજોમાં વિલંબ થતો લાગે.
સિંહ રાશિ
આર્થિક રીતે છતે પૈસે ચિંતા રહે, ધાર્યું થવામાં વિલંબ વધે, આપના વ્યવસાયિક પ્રશ્નો હલ થાય.
કન્યા રાશિ
આપની વ્યવસાયિક કામગીરીમાં પ્રતિકૂળતા બાદ પ્રગતિ થાય, પ્રવાસ સફળ નીવડે, આરોગ્ય સાચવવું.
તુલા રાશિ
આપની સામાજિક, વ્યવસાયિક કામગીરીને સફળ બનાવી શકો, લાભની આશા સર્જાય.
વૃશ્ચિક રાશિ
આપની પ્રવાસની યોજના અંગે વિલંબ જણાય, નોકરી-ધંધામાં પ્રગતિ, નાણાભીડ.
ધન રાશિ
અંગત મૂંઝવણો વધતી જણાય, લાભ દૂર ઠેલાય, કૌટુંબિક પ્રશ્નથી ચિંતા રહે.
મકર રાશિ
આપના અગત્યના પ્રશ્નો હલ કરવાનો માર્ગ મળે, નસીબ પર આધાર ન રાખશો.
કુંભ રાશિ
પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો, ચિંતાના પ્રસંગો અટકે.
મીન રાશિ
પ્રવાસ-પર્યટનથી આનંદ, નોકરી ધંધાના કામ અંગે સાનુકૂળ તક સર્જાય.