રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2081. કારતક વદ છઠ્ઠ. ગુરુવાર, ડોંગરેજી મહારાજ પુણ્યતિથિ. ગુરુ પુષ્ય યોગ.
મેષ રાશિ
નોકરી-ધંધા અંગે સાનુકૂળ તક, સંજોગ ઊભા થાય, સ્નેહી કુટુંબથી મિલન-મુલાકાત.
વૃષભ રાશિ
માનસિક તણાવ દૂર થાય, ખર્ચનોે પ્રસંગ, તબિયત સુધરતી જણાય.
મિથુન રાશિ
મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ થાય, અંગત મૂંઝવણનો ઉકેલ મળે.
કર્ક રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ વિલંબ બાદ ચાખવા મળે, પ્રવાસ સફળ થાય.
સિંહ રાશિ
ચિંતા અશાંતિ બાદ સાનુકૂળતા રહે, આવક કરતાં જાવક વધે, નાણાભીડ અનુભવાય.
કન્યા રાશિ
લાભદાયી તક આવી મળે, સમસ્યા હશે તો સૂલઝાવી શકો, મિત્ર સંબંધની મદદ મળે.
તુલા રાશિ
સામાજિક કામગીરી થાય, નાણાકીય બાબતો પર ધ્યાન આપવું પડે, નોકરી ધંધાના કામકાજમાં સાનુકૂળતા.
વૃશ્ચિક રાશિ
ધીરજની કસોટી થતી જણાય, લાગણીઓ ઘવાતી લાગે, લાભની તક મળે.
ધન રાશિ
આવક સામે ખોટા ખર્ચા વધે નહીં તે જોજો, કૌટુંબિક બાબતોથી ચિંતા રહે, તબિયત સાચવવી.
મકર રાશિ
પ્રવાસ પર્યટન-મિલન મુલાકાત અંગેે સાનુકૂળતા, ગૃહજીવનના કામકાજોમાં પ્રગતિ.
કુંભ રાશિ
અણધાર્યા ખર્ચના કારણે મૂંઝવણ, તબિયત સાચવવી, ધંધા નોકરીમાં તણાવ રહે.
મીન રાશિ
અંગત સમસ્યા જણાય, ખર્ચ સામે આવક ઘટતી લાગે, કૌટુંબિક કામમાં સફળતા.