વિક્રમ સંવત 2081 માગશર વદ ચોથ. ગુરુવાર, સ્થિરયોગ. ચંદ્ર શુક્રનું ઓપોઝીશન
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
મેષ રાશિ
માનસિક અશાંતિ, બેચેની હશે તો દૂર થશે, નાણાકીય ખર્ચા વધી ન જાય તે જોજો, ગૃહજીવનમાં પ્રસન્નતા.
વૃષભ રાશિ
ગૃહજીવનમાં લાગણીઓ દુભાવવાનો પ્રસંગ, કુનેહથી કામ લેવું પડે, કાળજી લેવી, સંતાનની ચિંતા સતાવે.
મિથુન રાશિ
ખર્ચ-ખરીદીના પ્રસંગો વધી જતા જોવાય, પ્રવાસ પર્યટનની મઝાના નિવડે, સ્નેહીથી મિલન.
કર્ક રાશિ
કૌટુંબિક અને સામાજિક કાર્યો થતાં જણાય, ખર્ચા પર કાબુ રાખજો, તબિયત સામાન્ય રહે,
સિંહ રાશિ
આપની પ્રવૃત્તિઓને વધુ સફળ બનાવી શકશો, અગત્યની મુલાકાત ઉપયોગી બને, આરોગ્યની કાળજી લેવી.
કન્યા રાશિ
મનના ઓરતા મનમાં રાખવા પડે, કૌટુંબિક બાબતો ઉકેલાતી જણાય, સમાધાનથી માર્ગ મળે.
તુલા રાશિ
નાણાકીય સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. પ્રશંસાનો ભેદ પારખી ચાલવાથી સુખ જળવાતું જણાય.
વૃશ્ચિક રાશિ
શેર-સટ્ટા લોટરીથી કમાઈ લેવાની લાલચ રોકજો, આવેશ પર કાબુ જરૂરી, સંયમ ઉપયોગી.
ધન રાશિ
સફળતાના સોપાનો કપરાં જણાશે, મદદ અને પરિશ્રામ ઉપયોગી થાય, તબિયત ચિંતા દૂર થાય.
મકર રાશિ
તમારા મનગમતા કામ ન થાય તો નિરાશ થયા વિના જે કામ થઈ શકે તે કરવામાં લાભ મળે.
કુંભ રાશિ
ઉશ્કેરાટથી દૂર રહેજો, મહેનતનું ફળ વિલંબમાં ફળતું લાગે, કૌટુંબિક કાર્ય થઈ શકે.
મીન રાશિ
અવરોધની પરવા કર્યા વિના કર્મ કરવાથી આખરે કોઈ ફળ જરૂર મળે, વાદ-વિવાદ ટાળજો.