વિક્રમ સંવત 2081 કારતક વદ ત્રીજને સોમવાર, સંકષ્ટ ચતુર્થી. અમૃત સિદ્ધિ યોગ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
મેષ રાશિ
તબિયત બગડે નહીં તે જોજો, ઉતાવળા સાહસથી દૂર રહેજો, નાણાભીડનો ઉકેલ મળે.
વૃષભ રાશિ
આવક કરતાં જાવક વધી જતી લાગે, પ્રયત્નો એળે જતા જણાય, સ્વજનથી મિલન, સહકાર.
મિથુન રાશિ
પ્રવાસનું આયોજન થઈ શકે, લાભની આશા ફળતી જણાય, સામાજિક કાર્ય અંગે સારું.
કર્ક રાશિ
તમારા કાર્યક્ષેત્ર અંગે જણાતી મુશ્કેલીઓ દૂર થવા લાગે, આગળ વધવાની તક ખૂલે.
સિંહ રાશિ
સ્વપ્નાઓના સોણલા સેવવા કરતાં નક્કર વાસ્તવિકતાને સમજી ચાલવાથી લાભ.
કન્યા રાશિ
સંજોગો સુધરતા જણાય, લાગણી પર કાબુ રાખીને વર્તવાથી સુખ શાંતિનો અનુભવાય.
તુલા રાશિ
આપના મનની મૂંઝવણોનો ઉકેલ મળતો જણાય, સ્નેહીનો સહકાર, નાણાભીડ દૂર થાય.
વૃશ્ચિક રાશિ
આપની અગત્યની કામગીરી અંગે સમય સુધરતો જણાય, કૌટુંબિક સંવાદિતા સર્જી લેજો.
ધન રાશિ
આપની ધારેલી યોજનને આગળ વધારવા સમાધાનકારી વલણ જરૂરી માનજો. નાણાભીડ.
મકર રાશિ
સાનુકૂળતા મળે, પ્રસન્નતા અનુભવાય, ચિંતા-અશાંતિ દૂર થાય, મિલન-મુલાકાત.
કુંભ રાશિ
સામાજિક કાર્ય સફળ બને, નોકરી-ધંધામાં વિલંબ વધતો લાગે, નાણાભીડ રહે.
મીન રાશિ
પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો, ગૃહજીવનમાં સમાધાન કારગત નીવડે, વિઘ્ન દૂર થાય.