16 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 18, 2024
16 C
Surat
બુધવાર, ડિસેમ્બર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષDaily Horoscope : માગશર વદ ત્રીજને બુધવાર, સંકષ્ટ ચતુર્થી પર જાણીલો રાશિફળ

Daily Horoscope : માગશર વદ ત્રીજને બુધવાર, સંકષ્ટ ચતુર્થી પર જાણીલો રાશિફળ


રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 માગશર વદ ત્રીજને બુધવાર, સંકષ્ટ ચતુર્થી. ચંદ્ર મંગળની યુતિ.

મેષ રાશિ

સમસ્યાઓને સૂલઝાવવાનો રસ્તો મળી આવે. ચિંતાના વાદળો વિખેરાતા જણાય, ગૃહજીવનમાં ચકમક ન સર્જાય તે જોજો.

વૃષભ રાશિ

નોકરિયાત વર્ગને રાહત રહે, વ્યવસાયિક કાર્ય વિલંબથી થતું જણાય, તબિયત સુધરતી લાગે, નાણાકીય ખર્ચ.

મિથુન રાશિ

આશા ઠગારી નીવડતી જણાય, વધુ પ્રયાસો જરૂરી સમજવા, કાર્ય સફળતામાં અવરોધ જણાય, કૌટુંબિક સમસ્યા હલ થાય.

કર્ક રાશિ

વાદ-વિવાદથી દૂર રહેવાની સલાહ છે. અકસ્માતનો ભય સામે, સાવધાની જરૂરી, ખર્ચાળ દિવસ જણાશે.

સિંહ રાશિ

આપની વ્યવસાયિક કામગીરી હોય યા અન્ય કાર્ય આડે વિલંબ વિઘ્ન જણાશે, ધીરજની કસોટી થતી લાગે.

કન્યા રાશિ

માનસિક મૂંઝવણોમાંથી બહાર આવી શકશો, મહત્ત્વની કામગીરી માટે સાનુકૂળતા, સ્વજનોથી ગેરસમજ.

તુલા રાશિ

આપની મૂંઝવણ દૂર થતી જણાય, યોગ્ય ઉપાય મેળવી શકશો, પ્રવાસ ફળદાયી બને, કાર્ય સફળતાનો માર્ગ ખૂલે.

વૃશ્ચિક રાશિ

માનસિક તણાવ ટેન્શનમાંથી બહાર આવી શકશો, વ્યવસાયિક પ્રશ્નો હલ થતા જણાશે, સ્નેહીથી ચકમક ન ઝરે તે જોજો.

ધન રાશિ

નવીન ઉત્સાહ અને આશાનો અનુભવ થાય, કાર્યલાભ પ્રાપ્ત થવાના સંકેત મળે, પ્રયત્નો વધારજો,

મકર રાશિ

આવક વૃદ્ધિની તક મળે, લાભદાયી સંજોગો સર્જાતા જણાય, કૌટુંબિક બાબતો ધ્યાન માગી લેશે.

કુંભ રાશિ

વિરોધીઓના હાથ હેઠા પડતા જણાય, સાનુકૂળ અને પ્રગતિકારક દિવસ જણાય, ગૃહજીવનમાં આનંદ મંગલ.

મીન રાશિ

સમસ્યાઓને હલ કરી શકશો, વિવાદથી દૂર રહેવાની સલાહ છે. નાણાકીય કામકાજ થઈ શકે, મહત્ત્વની મુલાકાત.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય