રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2081. માગશર સુદ તેરસ. શુક્રવાર, તા.13.12.2024
મેષ
લાગણી દુભાય યા તણાવનો અનુભવ, સમસ્યાનો ઉકેલ હજી દૂર ઠેલાતો લાગે અગત્યનું કામ અંગે સાનુકૂળતા.
વૃષભ
આપની અંતઃકરણની અશાંતિ યા વિષાદમાંથી બહાર આવીને કોઈ આશાવાદી સંજોગ સર્જાતા જણાય.
મિથુન
ધાર્યા કામ આડે સો વિઘ્નો જણાતા હશે તો હવે વિઘ્ન ઓછા થતાં જણાય, ખર્ચ-આવેશ પર કાબુ રાખજો.
કર્ક
માનસિક અજંપો કે ચિંતાનો ઉકેલ મેળવી શકશો, કોઈ સાનુકૂળ તક સર્જાતી જોઈ શકો, પ્રવાસ ફળે.
સિંહ
આપની ભાવનાઓ યા સ્વાભિમાન અંગે સાનુકૂળ વાતાવરણ સર્જાતું લાગે, વાદ-વિવાદથી દૂર રહેજો.
કન્યા
પ્રવાસ યા અન્ય કોઈ અગત્યના કામ પ્રસંગ અંગે આપના માર્ગ આડેના અવરોધ દૂર થતાં જણાય.
તુલા
આપના નોકરી ધંધા કે કાર્યને આગળ ધપાવી, ઈષ્ટ ફળની આશા ફળીભૂત થતી જણાશે.
વૃશ્ચિક
અવરોધમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે, સ્નેહીનો સહકાર, આર્થિક સ્થિતિ ટકાવી લેજો.
ધન
અંતઃકરણમાં વ્યથા વિષાદને દૂર કરવા હકારાત્મક વલણ ઉપયોગી બને.
મકર
આપના ગૂંચવાયેલા અથવા હાથ ધરેલા કામોને સફળ બનાવવાની તક મદદ ઉભી કરી શકશો.
કુંભ
નસીબ બગડયું લાગતું હોય તો પુરુષાર્થની મદદ લઈ સફળતા પ્રગતિ કરી શકશો.
મીન
આપના પ્રતિકૂળત સંજોગો દૂર થવા લાગે, અશાંતિના વાદળ વિખેરાતા જણાય, સ્નેહીથી મિલન મદદ.