રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2081 પોષ સુદ સાતમને સોમવાર, પંચક. ગુરુ ગોવિંદસિંહ જયંતી.
મેષ રાશિ
આપની લાંબા સમયથી ચાલતી કોઈ સમસ્યા કે રૂકાવટો હશે તો હવે હલ કરી શકશો.
વૃષભ રાશિ
પ્રતિકૂળતાના સંજોગો હશે તો દૂર થાય, નાણાભીડનો ઉપાય મળે, પ્રવાસ.
મિથુન રાશિ
સામાજિક પ્રવૃત્તિ અને કામગીરી અંગે સાનુકૂળતા, સ્વજનથી સહાય, ખર્ચ વધે.
કર્ક રાશિ
પ્રવાસ, મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા, તબિયત સાચવી શકશો, નાણાભીડ.
સિંહ રાશિ
અગત્યના પ્રશ્નોની ચિંતા દૂર થાય, તણાવ હળવો બને, નાણાભીડ દૂર કરવાનો હલ મળે.
કન્યા રાશિ
આપના પ્રયત્નો ફળદાયી બનતા જણાય, પ્રેમની આશ અધૂરી જણાય, સંતાનની સમસ્યા દૂર થાય.
તુલા રાશિ
ઇચ્છિત પરિસ્થિતિ અને સાનુકૂળતાનો ઉપયોગ કરી લાભ ઉઠાવી શકશો, ગૃહવિવાદ ટાળવો.
વૃશ્ચિક રાશિ
આપનું સ્વાસ્થ્ય જાળવજો, ઉતાવળા નિર્ણયો ટાળજો, કુટુંબ ક્લેશનો પ્રસંગ.
ધન રાશિ
આપના વિરોધીઓના કારણે કાર્ય અવરોધ, ગૃહજીવનમાં ચકમક સર્જાય.
મકર રાશિ
આપના નોકરી-ધંધાના પ્રશ્નો ઉકેલી શકશો, ગૃહજીવનમાં સંવાદિતા.
કુંભ રાશિ
અગત્યની તક આવી મળે, પ્રવાસમાં વિઘ્ન આવતું લાગે, ચિંતા દૂર થતી જણાય.
મીન રાશિ
મનગમતી પ્રવૃત્તિઓ અંગે સાનુકૂળતા ખર્ચના ખાડામાં ન ઉતરી પડાય તે જોજો.