29.1 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
29.1 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષDaily Horoscope: પોષ સુદ છઠ્ઠને રવિવાર, બે રાશિએ તબિયત સાચવવી

Daily Horoscope: પોષ સુદ છઠ્ઠને રવિવાર, બે રાશિએ તબિયત સાચવવી


રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081. પોષ સુદ છઠ્ઠ. રવિવાર, પંચક. અનરૂપા ષષ્ઠી.

મેષ રાશિ

વિશ્વાસે ચાલશો નહીં, ગણતરીઓ ઊંધી ન વળી જાય તે જોજો. અંગત સમસ્યાથી ચિંતા.

વૃષભ રાશિ

આપના કર્યા કારવ્યા ઉપર પાણી ફરી ન વળે તે જોજો, સમાધાનકારી વલણ ઉપયોગી.

મિથુન રાશિ

ઈચ્છિત પરિણામ ન આવતા નિરાશા જણાય, કૌટુંબિક બાબતો ગૂંચવાતી લાગે, પ્રવાસમાં વિલંબ.

કર્ક રાશિ

સમસ્યા હશે તો નિરાકરણનો માર્ગ મળે, આર્થિક બાબતો પર લક્ષ આપજો, તબિયત બગડતી જણાય.

સિંહ રાશિ

મહત્ત્વની તક ઊભી થતી જણાય, મનની શાંતિ હણાય નહીં તે માટે વાણી પર કાબુ રાખજો.

કન્યા રાશિ

સામાજિક કામકાજો અંગે સમય સાનુકૂળ થાય, વ્યવસાયના પ્રશ્નને યથાવત્ જણાય.

તુલા રાશિ

પ્રતિકૂળતામાંથી માર્ગ મળે, અગત્યના કામમાં પ્રગતિ. સુખદ અનુભવ.

વૃશ્ચિક રાશિ

ખર્ચા વધતાં જણાય, વાદ-વિવાદ અટકાવજો, પ્રયત્નોનું મીઠું ફળ ચાખજો, નિરાશા દૂર થાય.

ધન રાશિ

આર્થિક આયોજન પર નજર રાખજો, નુકસાનથી બચજો સ્નેહીથી વિવાદનો પ્રસંગ, આરોગ્ય જાળવજો.

મકર રાશિ

વિઘ્નો અંતરાયોને પાર કરી લક્ષ તરફ આગળ વધી શકશો. વિરોધીઓના હાથ હેઠાં પડે.

કુંભ રાશિ

ખર્ચ-વ્યયથી સંભાળવું, બેદરકારી કે બેધ્યાનપણાથી નુકસાન, સ્વજનનો સહકાર.

મીન રાશિ

વ્યવસાયિક બાબતો અંગે સાનુકૂળ તક, લાભદાયી કાર્ય રચના, કૌટુંબિક સમસ્યા જણાય.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય