30 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 4, 2024
30 C
Surat
બુધવાર, ડિસેમ્બર 4, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષDaily Horoscope: માગશર સુદ ત્રીજને બુધવાર, રવિયોગ પર જાણીલો રાશિફળ

Daily Horoscope: માગશર સુદ ત્રીજને બુધવાર, રવિયોગ પર જાણીલો રાશિફળ


રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 માગશર સુદ ત્રીજ બુધવાર, રવિયોગ ક.૧૭-૧૫થી. સૂર્ય શનિનો કેન્દ્રયોગ.

મેષ રાશિ

આપના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તે માટે નરમ અને ઉદાર વલણ જરૂરી બને, નાણાભીડ રહે.

વૃષભ રાશિ

રૂકાવટોને પાર કરીને પાર કરીને આપ કાર્ય સફળતાનું ધ્યેય પામી શકશો, ગૃહજીવનમાં સમાધાનકારી વલણ ઉપયોગી બને.

મિથુન રાશિ

કોઈપણ સમસ્યા સૂલઝાવવા ઈશ્વર અને મહેનત પર આધાર રાખવો પડે, પ્રવાસ, મુલાકાતો ફળે.

કર્ક રાશિ

સાહસ અને આવેશ પર વિવેકબુદ્ધિનો સંયમ જરૂરી, કૌટુંબિક બાબત અંગે સાનુકૂળતા, આર્થિક ચિંતા દૂર થાય.

સિંહ રાશિ

કલ્પનાઓના ઘોડાઓને નાથીને વાસ્તવિકતાને સમજી ચાલવા સલાહ છે. ગૃહકાર્ય થાય, સફળતાની તક.

કન્યા રાશિ

આપના અગત્યના કામકાજ અંગે યોગ્ય વાતાવરણ સર્જી શકશો, કૌટુંબિક બાબત હલ કરી શકશો.

તુલા રાશિ

મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો, મિત્ર-ઇશ્વરની મદદ મળતી જણાય, આર્થિક ચિંતા ઉકેલાય.

વૃશ્ચિક રાશિ

તણાવ-ચિંતા-ક્રોધ પર કાબુ રાખજો, નસીબની મદદ મેળવી, કાર્ય સફળતાની તક સર્જાય.

ધન રાશિ

આપના પ્રયત્નો ફળદાયી બને, લાભદાયી કાર્ય રચના મનની સ્વસ્થતા શાંતિ ટકાવી લેજો.

મકર રાશિ

આપના મનની સ્વસ્થતા ટકાવી રાખજો, તણાવ મુક્તિ મેળવી શકશો, ખર્ચ વધવા ન દેશો, રાહત.

કુંભ રાશિ

આવક કરતાં જાવકનું પલ્લું નમી જતું લાગશે, મિત્ર સ્વજનની ઉપયોગી બને, પ્રવાસનું આયોજન.

મીન રાશિ

આત્મવિશ્વાસ ટકાવી રાખજો, પડકારને પહોંચી વળવા ઈશ્વરીય પ્રેરણા ઉપયોગી બને, ખર્ચ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય