35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાElon Muskના SpaceXએ રચ્યો ઈતિહાસ, લોંચપેડ પર આવી રીતે પરત ફર્યું જુઓ,Video

Elon Muskના SpaceXએ રચ્યો ઈતિહાસ, લોંચપેડ પર આવી રીતે પરત ફર્યું જુઓ,Video


સમગ્ર વિશ્વ ભરમાં જાણીતા પછી ભલે તે ટેક્નોલૉજીની બાબતમાં હોય કે, વિશ્વના ધનિક વ્યકિત તરીકે એલન મસ્ક હંમેશા કોઈને કોઈ બાબતમાં ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે ફરીથી તેઓ ફરી ચર્ચામાં છે. એલન મસ્કની કંપની સ્પેસએક્સે પોતાના સ્ટારશિપ રોકેટ લોંચ કર્યા પછી પરત આવતા બૂસ્ટરને પેડ પર જ પરત ઉતારીને ઈતિહાસ રચી દીધો છે. એલન મસ્કે આ ઐતિહાસિક ઘડીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર શેર કર્યો છે. આની પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ બિઝનેસ મેન આનંદ મહિન્દ્રાએ પણ એલન મસ્કના વખાણ કર્યા છે.
એલન મસ્કની કંપની સ્પેસએક્સે સ્પેસ મિશનમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. તેને 13 ઑક્ટોબર રવિવારે પોતાના મેગા સ્ટારશિપ રોકેટના પાંચમી ટેસ્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આશરે 400 ફૂટ એટલે કે, 121 મીટર ઉંચા સ્ટારશિપ રોકેટ સવારે ટેક્સાસથી લોંચ થયું અને મેક્સિકોની ખાડીની ઉપરથી પસાર થયું. આ દરમ્યાન સુપર હેવી બૂસ્ટર આશરે 96 કિલોમીટર ઉપર મોકલાયું હતું. જો કે, આમ છતાં જ્યારે બૂસ્ટર પરત આવી રહ્યું હતું ત્યારે સ્પેસએક્સે ઈતિહાસ રચી દીધો. તેને લોંચપેડમાં મેંકેજિલા એટલે બે મેટર આર્મથી પોતાના શક્તિશાળી સ્ટારશિપ રોકેટને પરત લાવતા સફળતાપૂર્વક રોકી લીધું હતુ. 
 લોન્ચ પેડ પર જ બૂસ્ટર પાછું આવ્યું
બૂસ્ટર જમીન ઉપર ઊંચું લટકતું હતું. સ્પેસએક્સ માટે રોકેટ બૂસ્ટરને ફ્લોટિંગ મરિન પ્લેટફોર્મ પર ઉતારવાને બદલે લોન્ચ પેડ પર ફરી લવાયું એ એક મોટી સિદ્ધિ છે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ લોન્ચ પેડ પર જ બૂસ્ટરને ફરીથી મેળવી લીધું હતું. એલન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રોકેટ બૂસ્ટરનો ચોંકાવનારો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ દરેક તેના વખાણ કરી રહ્યા છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ એલન મસ્કની પ્રશંસા કરી હતી.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય