આજના આધુનિક યુગમાં તમામ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે તો તમને આ ટ્રિક ખૂબ જ પસંદ આવશે. સામાન્ય કોલ કેવી રીતે રેકોર્ડ કરવો તે તમામ લોકોને ખબર હશે પણ જો વોટ્સએપ કોલ રેકોર્ડ કરવાની વાત આવે તો તમે આશ્ચર્યચકિત રહી જશો.
જો કે, આજકાલ લોકો નેટવર્ક સમસ્યાઓના કારણે અથવા કોલ રેકોર્ડ ન થવાને કારણે માત્ર વોટસએપ પર જ કોલ કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તમે વોટસએપ કોલ પણ સરળતાથી રેકોર્ડ પણ કરી શકો છો. અહીં અમે તમને એક ટ્રિક અને કેટલીક એપ્સના નામ જણાવીશું જેનાથી તમે વોટ્સએપ કોલ સરળતાથી રેકોર્ડ કરી શકશો.
વોટ્સએપ કોલ રેકોર્ડ કરવાની ટ્રિક
તમે વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા માટે આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો, જ્યારે પણ તમે વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા ઈચ્છો, તમારા ફોનની સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરો, સ્ક્રીન રેકોર્ડિંગ દરમિયાન મીડિયા અને માઈકનો વિકલ્પ પસંદ કરો. આ સાથે તમારા ફોનમાં વોટ્સએપ કોલ પણ રેકોર્ડ થશે. પરંતુ શક્ય છે કે સામેની વ્યક્તિનો અવાજ એટલો સ્પષ્ટ ન આવે પણ તે તમારા મૂળભૂત ઉપયોગ માટે ઉપયોગી થઈ શકે છે. iPhone યુઝર્સ માઈક્રોફોનને ચાલુ કરીને સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી શકે છે, આ તમારો અવાજ અને અન્ય વ્યક્તિના અવાજ બંનેને રેકોર્ડ કરે છે.
વોટસએપ કોલ રેકોર્ડ કરવાની મંજૂરી
વોટસએપ તેના ગ્રાહકોની સુવિધા માટે રોજબરોજ નવા અપડેટ્સ પર કામ કરતું રહે છે અને તે હંમેશા કેટલીક નવી સુવિધાઓ લાવે છે પણ Metaએ હજુ સુધી વોટસએપ પર કોઈ વોટસએપ કોલ રેકોર્ડિંગ ફીચર રજૂ કર્યું નથી. આવી સ્થિતિમાં વોટસએપ પર કોલ રેકોર્ડ કરવા માટે કોઈ સત્તાવાર સુવિધા નથી. પરંતુ તમે હજુ પણ તે કરી શકો છો, તમે વોટસએપ કોલ રેકોર્ડ કરી શકો છો, પરંતુ અન્ય એપ્લિકેશન દ્વારા આ એપ્સ તમને વોટસએપ કોલ રેકોર્ડ કરવાની મંજૂરી આપે છે.
આ કૉલ રેકોર્ડિંગ એપ્લિકેશન તમને કરશે મદદ
Cube ACR એપ એક જાણિતી એપ્લિકેશન છે, તે તમારા સામાન્ય કોલ્સ સાથે વોટ્સએપ કોલ બંને રેકોર્ડ કરી શકે છે. આ સિવાય તે અન્ય VIP કોલ પણ રેકોર્ડ કરી શકે છે. આ સિવાય Salestrail એપ પણ પ્રીમિયમ કોલ રેકોર્ડિંગ એપ છે. આ એપ તમારા કોલ રેકોર્ડ પણ કરી શકે છે. ત્યારે ACR કોલ રેકોર્ડરએ ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન છે. તમારે તેને ફોનમાં એકવાર એક્ટિવેટ કરવું પડશે, ત્યારપછી તમારા બધા કોલ રેકોર્ડ થઈ જશે. તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પરથી ઈન્સ્ટોલ કરી શકો છો.