સુરતમાં રોગચાળાએ યુવકનો ભોગ લીધો છે,જેમાં ભટારના યુવકનું મેલેરિયાથી મોત થતા દોડધામ મચી હતી,34 વર્ષીય રાધેશ્યામ બાવરિયાનું મોત થયું હતુ તો સતત તાવ આવતા યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો,સુરતમાં તાવ, શરદી-ખાંસી, ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થયો છે.ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.
મચ્છરનું ઉત્પાદન વધ્યું
ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.
ડેન્ગયુ એટલે શું
ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.
ઉકાળેલુ પાણી પીવુ જોઈએ
વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.