ગેરકાયદે સ્પાએ રહેવાસીઓને જીવવું હરામ કરી દીધું : એપાર્ટમેન્ટના 80 પરિવારોએ કલેક્ટર કચેરીએ જઈ આવેદન આપ્યું : જો 7 દિવસમાં સ્પા બંધ ન થાય તો તમામ પરિવારો ધરણાં- ઉપવાસ આંદોલન કરશે એવી ચીમકી આપી
અમરેલી : અમરેલીનાં કેરિયા રોડ બાયપાસ નજીક આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં ધમધમતા આઠ ગેરકાયદે સ્પા બંધ કરાવવા 80 પરિવારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને અહીથી સ્પાને દુર કરવા માંગ કરેલ છે.જો આ સ્પા બંધ નહી થાય તો તમામ કુટુંબો કલેકટર કચેરીએ આંદોલન કરશે એવી ચીમકી આપી છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, અયોધ્યા એપાર્ટમેન્ટમાં દુકાનો પણ બનાવવામાં આવી છે અને આવી દુકાનો પૈકી ઘણી દુકાનો ભેગી કરીને મસાજ સ્પા બનાવવામાં આવેલા છે. અને હાલ આ એપાર્ટમેન્ટમાં કુલ આઠ સ્પા ધમ ધમી રહેલ છે.