Gujarat Vidhyasahayak Protest: ગુજરાત સરકાર સામે અવાર-નવાર આંદોલનનું રણશિંગુ ફૂંકનાર શિક્ષકો ફરી એકવાર મેદાને આવ્યા છે. ગાંધીનગર આજે ફરી વિદ્યા સહાયકોના ઉમેદવારોની છાવણી બન્યું છે. વિદ્યા સહાયકોએ બાકી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની સંખ્યા વધારવા માટે માંગ કરી છે. આંદોલનકારીઓનું કહેવું છે કે, અનેકવાર ધોરણ 1 થી 5 ધોરણના વિદ્યા સહાયકોની ભરતી માટે રજૂઆત કરવામાં આવી છે. જોકે, વારંવાર રજૂઆત છતાં માંગ પૂરી ન થવાના કારણે આજે ફરી આંદોલન પર ઉતર્યા છે.