Surat : સુરતની ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ મુકાયા છે પરંતુ તેના નિયમોનો ભંગ પાલિકાની બસ સેવાના ડ્રાઈવર જ કરી રહ્યાં હોવાની ફરિયાદ છે. પાલિકાની સંખ્યાબંધ બસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેમાંથી હાલમાં બે બસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી સિગ્નલ તોડીને પુર ઝડપે દોડતી હોવાનો વિડીયો સાથેની ફરિયાદ બાદ પાલિકાએ બસ એજન્સી ઈવે ટ્રાન્સને 11 હજારનો દંડ કરવા સાથે નિયમોનું કડકાઈથી પાલન કરવા માટે તાકીદ કરી છે.
સુરત પાલિકાની સીટી-બીઆરટીએસ બસ સંચાલકો સતત વિવાદમાં રહે છે. તેમાં પણ પાલિકાએ જે એજન્સીને કામગીરી સોંપી છે તે એજન્સીના કર્મચારીઓ છાસ વારે ટ્રાફિકના નિયમો તોડતા હોવાની ફરિયાદ થઈ રહી છે. પાલિકાની દોડતી બસ અકસ્માત કરવા સાથે ડેન્જર ડ્રાઈવિંગ માટે કુખ્યાત છે.