Hindu Dharma: સુખ અને દુઃખ જીવનના સિક્કાની બે બાજુ છે. પરંતુ, અમુક લોકો પોતાના જીવનથી એટલા નિરાશ થઈ જાય છે કે, તેમનો ઈશ્વર પરથી વિશ્વાસ જ ઊઠી જાય છે. પરંતુ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એવા સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે જણાવે છે કે, ભગવાન તમારી સાથે જ છે. હકીકતમાં ભગવાન તમામ લોકોને પોતાનો પ્રેમ અલગ-અલગ રૂપે બતાવે છે. કોઈના જીવનમાં અપાર દુઃખ હોય તો કોઈને જીવનમાં બધું જ મળી જાય છે.