Vadodara Crime : વડોદરા નજીક હાલોલ રોડ ઉપર થી ત્રણ દિવસ પહેલા એક રીક્ષામાંથી ગાંજાનો જથ્થો મળી આવવાના બનાવવામાં વોન્ટેડ જાહેર કરાયેલો આરોપી વડોદરામાંથી ઝડપાઈ ગયો છે.
હાલોલ રોડ ઉપર જરોદ પાસેથી ત્રણ દિવસ પહેલા પોલીસે એક રીક્ષાને અટકાવી તપાસ કરતાં અંદરથી વનસ્પતિ જન્ય ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષા સહિત 84 હજારની મતા કબજે કરી હતી. પકડાયેલા શખ્સે ગાંજાનો જથ્થો પાણીગેટ દરવાજા નજીક રાજા રાણી તળાવ પાસે રહેતા મહંમદ હુસેન ઉર્ફે મોહસીન શેખે મંગાવ્યો હોવાની વિગતો કબૂલી હતી.