દુષ્કર્મ કેસમાં આરોપીને વધુ એક વખત પોક્સો કોર્ટે આકરી સજા ફટકારી છે. ડભોઈમાં પોક્સોના કેસમાં આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ડભોઈ કોર્ટે 3 આરોપીઓને 20 વર્ષની સજા ફટકારી છે. આરોપી અલ્તાફ લતીફ સૈયદ સહિત 3 લોકોને સજા ફટકારી છે.
કોર્ટે દુષ્કર્મના આરોપી અલ્તાફ લતીફ સૈયદ સહિત 3 લોકોને ફટકારી સજા
ડભોઈ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે 3 વિધર્મીઓને 11 માસમાં આ સજા ફટકારીને ઉત્તમ ઉદાહરણ બેસાડયુ છે. આરોપીને મદદ કરનાર પિતા તેમજ ભાઈને પણ 20 વર્ષની સજા કોર્ટે ફટકારી છે. કોર્ટ દ્વારા તમામને રૂપિયા 33,000નો દંડ ભરવાનો પણ હુમક કરવામાં આવ્યો છે. વિધર્મી યુવાને 17 વર્ષીય દીકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હતું. 11 માસ પૂર્વે ડભોઈ પોલીસે અપહરણ, પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી.
ગાંધીનગર કોર્ટે પણ દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ગાંધીનગર કોર્ટે પણ દુષ્કર્મ કેસમાં મોટી સજા આરોપીને ફટકારી હતી. પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ગાંધીનગર કોર્ટે ફટકારી હતી અને આ સાથે જ કોર્ટે આરોપીને રૂપિયા 14,000નો દંડ પણ ફટકાર્યો હતો. આ સમગ્ર ઘટના બાબતે ચાંદખેડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.