દેવભૂમિ દ્વારકા ખાતે ગુજરાત બ્લેક સ્ટોન કવૉરી એસો.ની બેઠક મળી કવોરી ઉધોગ ના પડતર પ્રશ્નો અને 60% કવોરી લીઝોના ATR સરકાર દ્વારા લોક કરાયા છે જેના સમર્થનમાં ગુજરાતના તમામ કવોરી માલિકો પોતાની કવોરી તા 2 ઓક્ટોબર સવારથી બંધ રાખીને વિરોધ નોંધાવશે.
તા 28 સપ્ટેમ્બરના રોજ સાંજે દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાત બ્લેક સ્ટોન કવોરી એસો.ની જનરલ બેઠક યોજાઈ હતી તેમાં વડોદરા, ખેડા, અને પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કવોરી માલિકો ઉમટી પડયા હતા ગુજરાત ભરમાંથી કવોરી માલીકો પોતાનો હક મેળવવા માટે દેવભૂમિ દ્વારકા ખાતે મોટી સંખ્યામાં ઊંમટયા હતા ગુજરાત બ્લેક સ્ટોન એસો.ના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય ઉફે કાળુભાઈ કાર્પેટની અધ્યક્ષતામાં સર્વાનુંમતે ઠરાવ કરીને જણાવ્યું હતું કે ગુજરાતની અંદાજે 60% કવોરી લીઝોના ATR લોક કરાયા છે. કવોરી લીઝો બંધ કરાઇ છે જ્યારે અન્ય ઉદ્યોગને લગતા તા 17/5/2022 સમાધાન કરેલા પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ગુજરાતની તમામ કવોરી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો તા 2 ઓક્ટોબરે સવારથી અનિશ્ચિત કાળ સુધી વેચાણ તેમજ ઉત્પાદન બંધ રહેશે. જ્યાં સુધી બીજી બેઠક બોલાવવામાં ન આવે ત્યાં સુધી ગુજરાતની એક પણ કવોરી ચાલુ રહેશે નહીં તેવુ ઠરાવાયું હતું. તા 2/ ઓક્ટોબરથી કવોરી ઉધોગ બંધ થઈ જશે તો ગુજરાતમાં ખાનગી ઉપરાંત સરકારી વિકાસના કામો બંધ થશે. તદુપરાંત કવોરી ઉપર નિર્ભર શ્રામજીવી પરિવારોને રોજીરોટીનો મસ મોટો સવાલ ઊભો થશે.